FACT CHECK: કેવો દેખાય છે મશહૂર કોમેડિયન ભારતી સિંહનો દીકરો ? વાયરલ થયેલી તસ્વીરોની હકીકત જાણો અહીંયા

ફેમસ કોમેડિયન ભારતી સિંહે 3 એપ્રિલે જ નાના મહેમાનનું સ્વાગત કર્યું છે. ભારતી અને હર્ષ લિમ્બાચીયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને તેમના પુત્રના જન્મના સારા સમાચાર આપ્યા હતા. આ સમાચાર આવ્યા બાદથી ચાહકો ભારતીના પુત્રને જોવા માટે ઉત્સુક છે. ઇન્સ્ટાગ્રામ પર તેને અભિનંદન આપવા ઉપરાંત, ચાહકોએ કમેન્ટ કરી ભારતીને તેના પુત્રની તસવીર બતાવવા વિનંતી કરી રહ્યા છે. ત્યારે હવે ભારતીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે તેના બાળક સાથે જોવા મળી રહી છે. ચાહકોએ સોશિયલ મીડિયા પર ભારતી અને તેના પુત્રનો થ્રોબેક ફોટો અપલોડ કર્યો છે.

આ વાયરલ ફોટોમાં ભારતી એક નવજાત બાળકને ખોળામાં લઈને બેઠેલી જોવા મળી રહી છે. આ વાયરલ ફોટો જોઈને લોકો કોમેડિયનને અભિનંદન પણ આપી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, ચાહકોએ સોશિયલ મીડિયા પર ભારતી અને તેના પુત્રનો થ્રોબેક ફોટો અપલોડ કર્યો છે. આ તસવીર ભારતીના ગળા પાસે સહેજ હલી ગઈ છે, જેને જોઈને તમે પણ સમજી જશો કે આ ફેક ફોટો છે. ભારતી સિંહ ડિલિવરી બાદ આરામ પર છે. તેણે ડિલિવરી પછીના તેના પ્રી-ડિલિવરી મેટરનિટી ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કર્યા.

બાળકના જન્મ પછી ભારતી કામ પ્રત્યેના સમર્પણને લઈને પણ ચર્ચામાં હતી. કોમેડિયન ડિલિવરીના એક દિવસ પહેલા સુધી શૂટ કરી રહી હતી. સેટ પરથી તેનો વીડિયો ઘણો વાયરલ થયો હતો.હવે ડિલિવરી પછી જોવાનું એ રહેશે કે ભારતી ક્યારે સેટ પર પાછી ફરે છે અને ક્યારે પોતાના પુત્રનો ચહેરો બતાવે છે. હાલમાં જ ભારતીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું હતું કે, “બધા કહેતા હતા કે જ્યાં સુધી બાળક પેટમાં છે ત્યાં સુધી મજા કરો. જ્યારે બાળક બહાર આવે છે ત્યારે મજા પૂરી થઈ જાય છે. હું તેમને બધાને કહું છુ કે હવે મને વધુ મજા આવી રહી છે.” જણાવી દઇએ કે, ભારતી સિંહ ડિલિવરી પછી સંપૂર્ણ આરામ પર છે. જયારે ભારતી સિંહ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘરે જઈ રહી હતી ત્યારે તેના પતિ હર્ષ લિમ્બાચીયાના ખોળામાં પુત્ર હતો.

જો કે આ ફોટામાં બાળકનો ચહેરો દેખાતો ન હતો. હર્ષ સાથે ભારતીની પહેલી મુલાકાત ‘કોમેડી સર્કસ’માં થઈ હતી. જ્યારે હર્ષ લિમ્બાચીયા આ શોમાં સ્ક્રિપ્ટ રાઈટર હતા, ત્યારે ભારતી શોની સ્પર્ધક હતી.વર્કફ્રન્ટની વાત કરીએ તો, ભારતી સિંહ થોડા દિવસો પહેલા પતિ હર્ષ લિમ્બાચિયા સાથે રિયાલિટી શો ‘હુનરબાઝઃ દેશ કી શાન’ હોસ્ટ કરી રહી હતી. ભારતીએ કોમેડી સર્કસ કે સુપરસ્ટાર, ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ, કોમેડી સર્કસ કે તાનસેનમાં કામ કર્યું છે. આ સિવાય તે પંજાબી ફિલ્મો યમલે જટ્ટ યમલે, નૂર અને જટ્ટ એન્ડ જુલિયટ 2માં પણ જોવા મળી છે.

Shah Jina