ગુજરાતમાં આ મોટા નેતાની ઘરવાળીએ બહારવાળી સાથે રંગેહાથ ઝડપી પાડ્યા અને પછી થયો એવો તાંડવ કે…

ગુજરાતના દિગ્ગજ નેતા બંગ્લોમાં બહારવાળી સાથે પકડાઈ ગયા તો પત્નીને ધડાધડ લાફા ઝીંક્યા, પત્નીએ મોટો ખુલાસો કરતા કહ્યું કે

કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકી હાલમાં તેમના એક વીડિયોને લઇને વિવાદમાં સપડાયા છે. ભરતસિંહનો વિવાદ પોતાની પત્ની રેશમા પટેલ સાથેનો જ છે. કોંગ્રેસ નેતાની પત્નીએ તેમને કોઇ અજાણી મહિલા સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જે બાદ પત્ની રેશમાએ હોબાળો મચાવ્યો હતો. ભરતસિંહના પત્નીએ વીડિયોમાં જોવા મળતી યુવતી પર પતિ-પત્નીના સંબંધ બગાડ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે, ભરતસિંહ સોલંકીની પત્ની ધીમેથી દરવાજો ખોલી ઘરમાં આવે છે ત્યારે ભરતસિંહ ગભરાઇ જાય છે અને ગાર્ડને બૂમો પાડી કહે છએ કે ‘પોલીસને બોલાવો..પોલીસને બોલાવો’.. જો કે, રેશમા પટેલ ઘરમાં ઘૂસી જાય છે અને તેમની સાથે સાથે અન્ય લોકો પણ ઘરમાં જબરજસ્તી ઘૂસે છે અને અંદર જે યુવતિ ભરત સિંહ સાથે હતી તે યુવતીના વાળ પકડીને મારવાનું શરૂ કરે છે.

જો કે, ભરતસિંહ વચ્ચે પડે છે અને અજાણી યુવતીને બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ પત્ની તેમને દૂર કરી દે છે. આ દરમિયાન ભપતસિંહ અને તેમની પત્ની વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાય છે. જેમાં કોંગ્રેસ નેતાની પત્ની રેશ્મા યુવતીના વાળ ખેંચીને તેનું મોઢું કેમેરામાં દેખાય તેવા પ્રયાસ કરી રહી છે. વીડિયોમાં રેશમા એમ કહેતા પણ સંભળાઇ રહ્યા છે કે તું મારા ધણીને લઈને બેઠી છે… તને નહીં છોડું. ભરતસિંહ રેશમાના અચાનક ઘરમાં ઘૂસી જતા ગભરાઇ જાય છે અને ગાર્ડ્સને બૂમો પાડી પોલિસને બોલાવવા માટે કહે છે.

પરંતુ રોશમા યુવતીના વાળ ખેંચી આનો વિડીયો ઉતારો,તારું મોઢું બતાય’ એમ કહેતા રહે છે. જો કે, યુવતિ તેનાથી બનતા તમામ પ્રયાસ કરી રહી છે કે તેનું મોઢુ કેમેરામાં ના દેખાય. રેશમા સાથે કોઇ વ્યક્તિનો પણ અવાજ આવી રહ્યો છે જે કહે છે કે આ બધા ધંધા સારા નથી. ઉલ્લેખનીય છે કે રેશમા પટેલ સહિત તેમની સાથે જે હતા તે પણ અજાણી યુવતિને વાળ ખેંચી માર મારી રહ્યા હતા.

જોકે, બીજી પણ એક ક્લિપ વાયરલ થઇ રહી છે, જેમાં રેશ્મા યુવતીને જણાવે છે કે ‘તે મારો નથી થયો.. તેના માટે મેં આખી દુનિયા છોડી દીધી.. મારો બાપ પણ મરી ગયો.. જેવી દશા મારી થઈ તેવી જ દશા તારી પણ થશે.’ આ દરમિયાન ભરતસિંહ સાથે રહેલી યુવતિ રેશમાને આન્ટી કહીને બોલાવે છે. ત્યારે રેશ્મા કહે છે, ‘તું મને આન્ટી કહે છે તો પેલો તારો દાદો ના થયો?’ તમને જણાવી દઇએ કે, આ વીડિયો સાચો છે કે નહિ તેની પુષ્ટિ અમે કરી રહ્યા નથી. વીડિયોમાં રેશમા એમ કહેતા પણ સંભળાઇ રહ્યા છે જ્યારે ભરતસિંહને કોરોના થયો ત્યારે તેમણે તેમની ઘણી સેવા કરી હતી અને જયારે તેઓ સાજા થયા ત્યારથી તેઓ છૂટાછેડા માટે દબાણ કરતા હતા.

ભરતસિંહ સોલંકીની પત્નીએ રાહુલ ગાંધીને આ મામલે અગાઉ ફરિયાદ કરી હતી. અમેરિકાથી પત્ર લખી રાહુલ ગાંધીને ફરિયાદ કરતા રેશમા પટેલે જણાવ્યુ હતુ કે તેણે છેલ્લા ઘણા સમયથી ન્યાય માટે લોકોને અપીલ કરી છે અને તેને હજી સુધી ન્યાય મળ્યો નથી. તેના પતિના ડરથી તે અમેરિકા આવી ગઇ છે. રેશમા પટેલે આગળ કહ્યુ કે ભરતસિંહ પણ અમેરિકા આવ્યા પરંતુ તેમને રેશમાનો સંપર્ક ન કર્યો. હાલ તેની આર્થિક સ્થિતિ પણ સારી નથી અને તે અપેક્ષા રાખે છે કે તેને ન્યાય મળશે.જો કે, ભરતસિંહે પોતાની પત્ની વિરૂદ્ધ જાહેરમાં નોટિસ પાઠવી હતી અને કહ્યુ હતુ કે તેમને હવે રેશમા પટેલ સાથે કોઇ સંબંધ નથી.

તેમણે એવું પણ કહ્યુ હતુ કે તે છેલ્લા 4 વર્ષથી અલગ રહે છે અને ચેમની પત્ની કહ્યામાં નથી, મનસ્વી રીતે વર્તે છે અને કોઇએ તેની સાથે નાણાકીય લેવડ દેવડ કરવી નહિ તેમ પણ ભરતસિંહે કહ્યુ હતુ. રેશમા પટેલે પતિ પર એવો આક્ષેપ કર્યો હતો કે તેમણે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી અને તેમણે જે આરોપ લગાવ્યા છે તે પણ પાયાવિહોણા છે.રેશમા પટેલે મીડિયા સમક્ષ આવી ભરતસિંહ અને તેમના જે વાયરલ વીડિયો છે તેની પુષ્ટિ પણ આપી હતી. તેમણે જણાવ્યુ કે, આ ઘટના ગત મોડી રાતની છે.

આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો ખાતે આ ઘટના બની હતી. રેશમા પટેલ ઘણા દિવસોથી પતિ પર વોચ રાખતા હતા અને ત્યારે જ ગત રાત્રે તેમણે ભરતસિંહનો પીછો કર્યો હતો. ભરતસિંહ વિદ્યાનગર રોડ પર આઇસ્ક્રીમ ખાઇ બંગલે પહોંચ્યા અને ત્યાં એક અજાણી યુવતિ સાથે તેઓ રંગરેલિયા મનાવતા ઝડપાયા હતા. ત્યારે રેશમા પટેલે કહ્યુ કે, હું ત્યા ભરતસિંહને મનાવવા ગઇ હતી પરંતુ તેમણે તો ત્યાં અલગ જ વસ્તુ જોઇ. રેશમા પટેલે એમ પણ કહ્યુ કે હજુ પણ હું ભરતસિંહને માફ કરવા તૈયાર છું.

Shah Jina