વિદ્યાર્થીની સાથે લગ્ન કરવા જેન્ડર સર્જરી કરાવનાર ટીચરે કર્યો મોટો ખુલાસો

બાપ રે બાપ, શું કળયુગ….!!! ટીચર જ વિદ્યાર્થીનીને પટાવી ગયા, હવે કર્યો નવો ખુલાસો…

કહેવાય છે ને કે પ્રેમમાં બધુ જ જાયઝ છે અને આ માટે પ્રેમ ખાતર મીરા જેન્ડર ચેન્જ કરાવી આરવ બની ગઇ. રાજસ્થાનના ભરતપુર જિલ્લાના એક ફિઝિકલ ટીચરને વિદ્યાર્થીની સાથે પ્રેમ થઇ ગયો, જે બાદ તેણે પોતાની જેન્ડર ચેન્જ કરાવી લીધી અને છોકરીથી છોકરો બની સ્કૂલની વિદ્યાર્થીની સાથે લગ્ન કરી લીધા. ફિઝિકલ ટીચર મીરા ડીગ ઉપખંડના મોતીના નગલાના રાજકીય માધ્યામિક વિદ્યાલયમાં કાર્યરત હતી.

દુલ્હન કલ્પનાએ જણાવ્યુ કે, મારી સ્કૂલમાં ફિઝિકલ ટીચર મીરા હતા, જેણે મને 10માં ધોરણથી જ રમત શીખવાડી છે. મારી રમત કબડ્ડી છે અને આજે હું જે પણ છું તે મારા પતિ બનેલા આરવને કારણે છું. કલ્પનાનું કહેવુ છે કે હું તેને શરૂઆતથી જ ચાહતી હતી અને જો તેણે સર્જરી ન કરાવી હોત તો પણ હું તેની સાથે લગ્ન કરવા તૈયાર હતી. આ વાત અમારા મનમાં પણ હતી કે લોકો શું કહેશે, અમે તો ગુરુ અને શિષ્ય હતા, ગુરુએ શિષ્ય સાથે લગ્ન કર્યા.

અમે અમારા પરિવારના સભ્યો સાથે વાત કરી અને પરિવાર સંમત થયો. મારા પતિએ જેન્ડર ચેન્જ કર્યુ અને તે છોકરો બન્યો. અમને બંનેને પ્રેમ હતો તેથી અમે બંનેએ 2 દિવસ પહેલા લગ્ન કરી લીધા છે. મીરા એટલે કે આરવે કહ્યુ કે, હું એક શિક્ષિકા છું. આ જ ગામની વિદ્યાર્થિની કલ્પના રમતમાં ખૂબ જ હોશિયાર હતી. તે દરમિયાન અમે પ્રેમમાં પડ્યા હતા. શિક્ષકે કહ્યું, “હું તેને ચાહતી હતી. વર્ષ 2012માં મેં એક સમાચારમાં વાંચ્યું હતું કે કોઈએ લિંગ પરિવર્તન કરાવ્યુ છે,

ત્યારથી હું વિચારતો કે આ બધું ક્યાં અને કેવી રીતે થશે. ત્યારે મને યૂટ્યૂબ દ્વારા ખબર પડી કે દિલ્હીમાં એક ડૉક્ટર છે જે લિંગ-ચેન્જિંગ સર્જરી કરે છે. મેં ત્યાં જઈને મારી સારવાર કરાવી, સારવાર 2019થી શરૂ થઈ અને છેલ્લી સર્જરી 2021માં થઈ. હું છોકરી તરીકે જન્મ્યો હતો પણ મને લાગ્યું કે હું છોકરો છું, છોકરી નથી. તેથી મેં મારું લિંગ બદલાવ્યુ અને 2 દિવસ પહેલા મારી વિદ્યાર્થીની કલ્પના સાથે લગ્ન કર્યા. અમારા પરિવારના સભ્યો ખુશ છે.” લિંગ બદલીને મીરા આરવ બની અને પછી કલ્પના સાથે લગ્ન કર્યા.

Shah Jina