‘મેને પ્યાર કિયા” ફિલ્મની સુંદર અભિનેત્રી હાલમાં સામનો કરી રહી છે એક મોટી મુસીબતનો, પતિ છે હોસ્પિટલમાં, વીડિયો શેર કરીને જણાવી હાલત

મનોરંજન જગતના સિતારાઓને આખી દુનિયા ચાહતી હોય છે અને તેમના અંગત જીવન પર પણ તેમની ચાંપતી નજર હોય છે. તો કલાકારો પણ તેમના સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે અને પોતાની જિંદગી વિશેની અપડેટ શેર કરતા રહે છે. હાલમાં જ ફિલ્મ “મેને પ્યાર કિયા” ફિલ્મમાં પોતાના અભિનયથી દેશ અને દુનિયામાં નામ બનાવનારી અભિનેત્રી ભાગ્યશ્રીએ તેના પતિની મેજર સર્જરી વિશેની જાણ તેના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરીને આપી છે.

ભાગ્યશ્રીના પતિ હિમાલય દાસાનીની ખભાની સર્જરી હાલ કરવામાં આવી છે, અભિનેત્રીના પતિને હાલ મુંબઈમાં ભરતી કરવામાં આવ્યા છે અને ત્યાં તેમની 4.5 કલાક સુધી સર્જરી ચાલી હતી. ત્યારે ભાગ્યશ્રીએ તેમની હેલ્થ અપડેટ આપતા એક પોસ્ટ પણ શેર કરી છે. તેને પોસ્ટમાં લખ્યું છે કે, “આને શેર કરવાનો ઉદ્દેશ લોકોને બતાવવાનો છે કે સર્જરી ભલે મોટી હોય પરંતુ તેની સ્મૂથ અને ફાસ્ટ રિકવરી થઇ શકે છે.”

આ સાથે ભાગ્યશ્રીએ સર્જરી પહેલા અને પછીના મોમેન્ટની વીડિયો કલીપ પણ શેર કરી છે. પતિ હિમાલયના આ મુશ્કેલ સમયમાં પત્ની ભાગ્યશ્રી પણ તેની સાથે અડીખમ ઉભી છે. આ સાથે ભાગ્યશ્રીએ એમ પણ જણાવ્યું કે, “હિમાલયના જમણા ખભામાં મેજર સર્જરીમાં 4.5 કલાક લાગ્યા.” ભાગ્યશ્રી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં હિમાલય સર્જરી માટે જતા જોઈ શકાય છે અને સર્જરી બાદ તે હોસ્પિટલમાં બેડ પર આરામ કરતા પણ જોઈ શકાય છે.

ભાગ્યશ્રીએ પતિની આ હાલતનો જેવો વીડિયો શેર કર્યો કે ચાહકો પણ તેમના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા. ના ફક્ત ચાહકો પણ સંજય કપૂર, અર્ચના પૂરણ સિંહ જેવા ઘણા સેલેબ્સ પણ પ્રાર્થના કરી રહ્યા છે. હિમાલય અને ભાગ્યશ્રીની જોડીને ખુબ જ પસંદ કરવામાં આવે છે. બંનેએ વર્ષ 1990માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે બાળકો પણ છે. અભિમન્યુ દાસાની અને અવંતિકા દાસાની.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online)

Niraj Patel