CM ભગવંત માન 48 વર્ષની ઉંમરે બન્યા બીજીવાર દુલ્હા, પોતાનાથી 16 વર્ષ નાની દુલ્હનની તસવીરો થઇ વાયરલ

પોતાનાથી 16 વર્ષ નાની ડો.ગુરપ્રીત સાથે ફર્યા ફેરા નવા CM ભગવંત માન એ…જુઓ આખો આલ્બમ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ચંદીગઢ સ્થિત તેમના નિવાસસ્થાને ડૉ.ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા છે.પંજાબના સીએમ ગુરુવારે એટલે કે આજે બીજી વખત દુલ્હેરાજા બન્યા. ચંદીગઢના સીએમ હાઉસમાં સવારે 11 વાગ્યે તેમના લગ્નની વિધિઓ શરૂ થઈ હતી. સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભાઈ તરીકે વિધિ કરાવી હતી. માન અને ગુરપ્રીતના પરિવાર સિવાય અરવિંદ કેજરીવાલના પરિવારે પણ લગ્નમાં હાજરી આપી હતી. ગુરપ્રીત હરિયાણાના પેહોવાની રહેવાસી છે અને સીએમ માન કરતા લગભગ 16 વર્ષ નાની પણ છે.

પરિવારના સૂત્રોનું કહેવું છે કે ગુરપ્રીત 2019માં ભગવંત માનને મળી હતી. તેમણે માનની સાથે લોકસભાની ચૂંટણીનો પ્રચાર પણ કર્યો હતો. તે તેમના સીએમ પદના શપથ ગ્રહણ સમારોહમાં પણ જોવા મળી હતી. ભગવંત માનની માતા ઈચ્છતા હતા કે પુત્ર મુખ્યમંત્રી બન્યા બાદ ડોક્ટર ગુરપ્રીત કૌર સાથે સેટલ થઈ જાય. પરંતુ પંજાબમાં પ્રથમ કેબિનેટ વિસ્તરણ સુધી લગ્નની યોજનાઓ પર રોક લગાવવામાં આવી હતી. જોકે લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. ગુરપ્રીત કૌરની મોટી બહેન નવનીત કૌર યુએસ સિટિઝન છે, લગ્નની તૈયારીઓ માટે 20 દિવસ પહેલા જ તે પંજાબ આવી હતી.

ગુરપ્રીત કૌરનો પરિવાર છ મહિના પહેલા મોહાલી શિફ્ટ થયો હતો. ભગવંત માન પોતે લાંબા સમય સુધી મોહાલીમાં રહેતા હતા. કહેવાય છે કે આ દરમિયાન બંને નજીક આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ભગવંત માન પંજાબના પહેલા રાજનેતા છે જેમણે મુખ્યમંત્રી રહીને લગ્ન કર્યા. ભગવંત માનના આ બીજા લગ્ન છે. તેમણે 2015માં પહેલી પત્ની ઈન્દ્રપ્રીત કૌરથી છૂટાછેડા લીધા હતા. ઈન્દ્રપ્રીત તેના બે બાળકો સાથે અમેરિકામાં રહે છે. જ્યારે ભગવંત માન 2014માં પહેલીવાર સંગરુરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા ત્યારે ઈન્દ્રપ્રીત કૌરે તેમના પક્ષમાં પ્રચાર કર્યો હતો.

જો કે ચૂંટણી જીત્યા બાદ 2015માં બંનેના છૂટાછેડા થઈ ગયા અને ઈન્દ્રપ્રીત અમેરિકા શિફ્ટ થઈ ગઈ. સીએમ માનની પત્ની બની રહેલી ડો.ગુરપ્રીત કૌર તેની ત્રણ બહેનોમાં સૌથી નાની છે. તેની મોટી બહેનના લગ્ન અમેરિકામાં થયા છે જ્યારે બીજી બહેન તેના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે. ગુરપ્રીત કૌરના પિતા ઈન્દ્રજીત સિંહ પાસે કેનેડાની નાગરિકતા છે, જ્યારે તેની માતા રાજ હરજિંદર કૌર ગૃહિણી છે.

ભગવંત માનની સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAP સાંસદ રાઘવ ચઢ્ઢા પણ હાજર છે. કોઈ પણ ભોજન મીઠાઈ વિના પૂર્ણ થતું નથી અને ભગવંત માનના લગ્નમાં મહેમાનોને વિવિધ પ્રકારની મીઠાઈઓ જેમ કે ફ્રેશ ફ્રૂટ ટ્રાઇફલ, મૂંગ દાળનો હલવો, શાહી ટુકડા, અંગૂરી રસમલાઈ અને ડ્રાય ફ્રૂટ રબડી હશે. હેલ્થ કોન્સિયસ લોકો માટે અનેક પ્રકારના સલાડ પણ હશે. ભગવંત માનના લગ્નમાં મહેમાનો માટે ખાસ મેનુ રાખવામાં આવ્યું છે.

Image source

ન્યૂઝ એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, માનના લગ્નમાં મહેમાનોને કડાઇ પનીર, તંદૂરી કુલચે, દાલ મખની, નવરતન બિરયાની, મોસમી શાકભાજી, જરદાળુ સ્ટફ્ડ કોફ્તા, લસાગ્ના સિસિલિયાનો અને બુરાની રાયતા સહિત શ્રેષ્ઠ ભારતીય અને ઇટાલિયન ભોજનનો સ્વાદ ચાખવા મળશે. પંજાબના સીએમ ભગવંત માનના લગ્ન પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે ખૂબ જ ખુશીનો દિવસ છે કે મારો નાનો ભાઈ આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. ભગવંત માનજીને અભિનંદન. માનજીને દુનિયાની બધી ખુશીઓ મળે.

Shah Jina