અમદાવાદ : ડોક્ટર નણંદના બોયફ્રેન્ડ સાથેના રંગરેલિયાઓ મનાવતા ગંદા ફોટા ભાભીએ કર્યા વાયરલ, ભાઇ-ભાભી અને નણંદનું ક્લિનક એક જ બિલ્ડીંગમાં છે

શરમજનક: નારાણપુરામાં ડોકટરે જ ડોક્ટરના ગંદા ઉઘાડા ફોટાઓ વાયરલ કર્યા, જાણો સમગ્ર મામલો

આમ તો એવું કહેવાય છે કે નણંદ અને ભાભીના સંબંધો બે બહેનપણીઓ જેવા હોય છે, પણ ઘણા પરિવારમાં આ સંબંધો એવા નથી હોતા. કેટલીકવાર નણંદ-ભાભી વચ્ચેના ઝઘડાના પણ સમાચાર સામે આવે છે. ત્યારે હાલ અમદાવાદમાંથી (ahemdabad) એક કિસ્સો સામે આવ્યો જેમાં એક ભાભીએ સગી નણંદના પૂર્વ બોયફ્રેન્ડ સાથેના અંગત પળો માણતી તસવીરો વાયરલ કરી દીધી. આ ઘટના બાદ નણંદે તેની ભાભી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)

પ્રાપ્ત જાણકારી અનુસાર, નારાણપુરામાં રહેતી 31 વર્ષીય મહિલા ડોકટરે તેના ડોક્ટર ભાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. આ ફરિયાદમાં જણાવાયુ છે કે ડોક્ટર ભાઈએ oncologist સ્પેશિયાલિસ્ટ સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના થોડા જ સમયમાં ભાઈ-ભાભીના નાની નાની વાતોમાં ઝઘડા થવા લાગ્યા હતા. જેને કારણે ફરિયાદીની ભાભી 11 મહિનાની દીકરીને લઈને અલગ રહેવા ચાલી ગઇ હતી.

 

File Pic

ત્રણેય એટલે કે ભાઇ-ભાભી અને નણંદનું ક્લિનક એક જ બિલ્ડીંગમાં આવેલું હોવાથી એક દિવસ તેનો ભાઈ દીકરીને જોવા માટે ભાભીના ક્લિનિકમાં ગયો ત્યારે ભાભી અને ભાઈ વચ્ચે બોલાચાલી થઇ અને આ દરમિયાન ભાભીએ ભાઈ પર હુમલો કર્યો અને તેને માર પણ માર્યો. જે બાદ તેની પાછળ પાછળ તેના ક્લિનિકમાં પણ ગઈ. ફરિયાદીએ આગળ જણાવ્યુ કે,

પછી મારા ક્લિનિકમાં આવીને મને અને મારા ભાઈને મુક્કા અને લાતો મારી અને ભાભીએ બધી હદો પાર કરી નણંદના પૂર્વ બોયફ્રેન્ડ સાથેની તસવીરો પતિને મોકલી દીધી અને ઘણી એવી વાતો જણાવી કે જે સંબંધને તોડવા માટે પૂરતી હતી. જે બાદ સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોકટરે તેની ભાભી વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી અને પુરાવા રૂપે ચેટ અને તસવીરો પણ રજૂ કરી.

Shah Jina