‘જે થિયેટરમાં શાહરુખ ખાનની પઠાન આવે તેને ફૂંકી મારો’ અયોધ્યાના મહંત કેમ ધૂંઆપૂંઆ થયા- જુઓ

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાન રિલીઝ પહેલા જ વિવાદોમાં આવી ગઇ છે. ફિલ્મના ગીત બેશરમ રંગમાં દીપિકાએ ભગવા રંગની બિકી પહેરી છે અને આ ગીતમાં શાહરૂખ અને દીપિકાએ ઘણા હોટ અને બોલ્ડ સીન્સ પણ આપ્યા છે.દીપિકાએ બોલ્ડ ભગવા રંગની બિકી પહેરી હોવાને કારણે વિવાદ વધી રહ્યો છે. અયોધ્યાના સંત સમાજે દીપિકાના બોલ્ડ ડ્રેસનો વિરોધ કર્યો છે.

હનુમાનગઢી સાથે સંકળાયેલા મહંત રાજુ દાસે જણાવ્યું હતું કે, “બોલીવુડ-હોલીવુડ સતત કોઈને કોઈ રીતે સનાતન ધર્મ સંસ્કૃતિની મજાક ઉડાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કઈ રીતે હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરવું”, દેશનો રંગ, સનાતન સંસ્કૃતિનો રંગ, ભગવો, પઠાનની તસવીરમાં બિકીમાં દીપિકા પાદુકોણ દ્વારા જે રીતે આપણા આત્માને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે તે ખૂબ જ દુઃખદ છે.

દીપિકાને કેસરી બિકીમાં નગ્ન થઈને પર્ફોર્મ કરવાની કે આસ્થાને ઠેસ પહોંચાડવાની શું જરૂર હતી. હું દર્શકોને આવી ફિલ્મોનો બહિષ્કાર કરવા કહું છું. જે થિયેટરમાં ફિલ્મ લગાવવામાં આવે તેને ફૂંકી દો એટલે કે સળગાવી દો. તેમણે ધમકી આપી હતી કે જો બોલ્ડ સીન હટાવવામાં નહીં આવે તો તે ફિલ્મને રિલીઝ થવા દેશે નહીં. મહાસભાના મહાસચિવ અવતાર સિંહ ગિલે તેને જાણીજોઈને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડનારું ગણાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iam___srk___king)

તેમનો સવાલ છે કે સેન્સર બોર્ડે તેને મંજૂરી કેમ આપી ? ભગવો હિન્દુ ધર્મનું પ્રતીક છે. આ ફિલ્મને સમગ્ર આગ્રા ડિવિઝનમાં ચલાવવા દેવામાં આવશે નહીં. બીજી તરફ સંસ્થાના બ્રજ મહિલા મંડળના પ્રમુખ મીના દિવાકરનું કહેવું છે કે દીપિકા પહેલાથી જ રાષ્ટ્ર વિરોધીઓને સમર્થન આપી ચુકી છે. શાહરૂખ ખાન પણ આપણો ધર્મ ખોટો બતાવી રહ્યો છે. તેની વૈષ્ણોદેવીની મુલાકાત માત્ર ફિલ્મના પ્રચાર માટે હતી.

ફિલ્મને રિલીઝ થવા દેવામાં આવશે નહીં. પઠાન ફિલ્મના વિરોધમાં બુધવારે પ્રયાગરાજમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના પોસ્ટર સળગાવવામાં આવ્યા હતા. મુથીગંજ ક્રોસિંગ પર પોસ્ટર સળગાવીને ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓએ ફિલ્મ પઠાનમાં ભગવા રંગનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. જણાવી દઇએ કે, શાહરૂખ ખાન અને દીપિકાની ફિલ્મ પઠાન 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. પરંતુ આ પહેલા તે વિવાદોમાં આવી ગઇ છે. હિન્દુ સંગઠનો મોટા પાયે આનો વિરોધ કરી રહ્યા છે.

Shah Jina