હાથમાં સિગારેટ લઈને આ બે યુવતીઓએ ગાયું “જન ગણ મન..” રાષ્ટ્રગાનનું કર્યું ઘોર અપમાન… જુઓ વીડિયો

11માં ધોરણમાં ભણતી બે છોકરીઓએ રાષ્ટ્રગાનનો આવો મજાક ઉડાવ્યો ? હાથમાં સિગારેટ સળગાવીને એવું કર્યું કે જોઈને તમારું પણ લોહી ઉકળી ઉઠશે… જુઓ વીડિયો

આજના સમયમાં લોકો વાયરલ થવા અને સોશિયલ મીડિયામાં લાઈક ફોલોઅર્સ વધારવા માટે એવા એવા કાંડ કરતા હોય છે જેને જોઈને કોઈને પણ ગુસ્સો આવી જાય. ઘણા લોકો એવા એવા વીડિયો પણ બનાવતા હોય છે જેમાં દેશની ગરિમા પણ ખોરવાતી હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં બે યુવતીઓ રાષ્ટ્રગાનનું અપમાન કરી રહી છે.

આ વાયરલ વીડિયો સામે આવ્યો છે પશ્ચિમ બંગાળમાંથી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે છોકરીઓ રાષ્ટ્રગાનનો અનાદર કરતી જોવા મળે છે. બંને બંગાળી યુવતીઓ હાથમાં સિગારેટ સળગાવીને રાષ્ટ્રગાન ગાઈ રહી છે. આ દરમિયાન તે રાષ્ટ્રગાનની મજાક ઉડાવતી પણ જોવા મળે છે. સાયબર સેલે બેરકપુરમાં બંને યુવતીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

બીજેપી નેતાએ આ વીડિયો અપલોડ કરવા બાબતે બે છોકરીઓ વિરુદ્ધ FIR નોંધાવી હતી, જેમાં તેઓ ધૂમ્રપાન કરતી વખતે ખોટી રીતે રાષ્ટ્રગાન ગાતી હતી. બીજેપી નેતા અનુપમ ભટ્ટાચારીએ પણ આ વીડિયો શેર કરીને બંને યુવતીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જ્યારે આ વીડિયો વાયરલ થયો, ત્યારે કલકત્તા હાઈકોર્ટના વકીલ સહિત ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ બંને વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે પોલીસ ફરિયાદ દાખલ કરી.

બેરકપુર પોલીસ કમિશનર આલોક રાજોરિયાએ જણાવ્યું કે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ફેસબુક અથવા અન્ય કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ વિશે જરૂરી વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. યુવતીઓ સગીર છે કે નહીં તે જાણી શકાયું નથી. કેટલાક અહેવાલો અનુસાર, તે 11મા ધોરણમાં અભ્યાસ કરે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર વીડિયો વાયરલ થયા બાદ અને લોકોએ કાર્યવાહીની માંગણી કરી તો યુવતીઓએ ફેસબુક પરથી વીડિયો ડિલીટ કરી દીધો. એક અધિકારીએ જણાવ્યું કે, વિડિયો ડિલીટ કર્યા પછી મુશ્કેલી અનુભવતા, બંને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવ થયા. યુવતીઓએ કહ્યું કે આ બધુ તેઓએ મનોરંજન માટે કર્યું છે.

Niraj Patel