આ નેતાએ તો હદ કરી હો ભાઇ ! 78 વર્ષની ઉંમરે કર્યા લગ્ન, જાણો આખરે કોણ છે દુલ્હન ? જુઓ તસવીર

આ નેતાને 78 વર્ષની ઉંમરમાં થયો ફરી પ્રેમ, જાણો કોણ છે તેમની નવી નવેલી દુલ્હનિયા ?

Lakshman Seth marriage: પશ્ચિમ બંગાળની રાજકીય ગલીઓમાં ત્યારે હલચલ મચી ગઈ જ્યારે CPI (એમ) પાર્ટીના પૂર્વ સાંસદ લક્ષ્મણ સેઠે તેમના બીજા લગ્નના સમાચાર શેર કર્યા. જણાવી દઈએ કે લક્ષ્મણ શેઠે 78 વર્ષની ઉંમરમાં બીજા લગ્ન કર્યા છે. વર્ષ 2016માં તેમની પહેલી પત્ની તમાલિકા પાંડા શેઠનું અવસાન થયું હતું. લક્ષ્મણ શેઠને તેમની પ્રથમ પત્નીથી 2 બાળકો છે.

આવી સ્થિતિમાં આ લગ્ન અને તેમની નવી જીવનસાથીની કોલકાતામાં દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. શેઠના લગ્ન કોલકાતાની રહેવાસી માનશી ડે સાથે થયા છે. જે ફાઈવ સ્ટાર હોટલમાં મોટો હોદ્દો સંભાળી રહ્યો છે. બંનેની મુલાકાત અને પરિચય તેમના કોમન ફ્રેન્ડ દ્વારા થયો હતો. સમયની સાથે બંને વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો અને આખરે લગ્નના પવિત્ર બંધન સુધી પહોંચી ગયો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ સાંસદે શરૂઆતમાં તેમની બીજી પત્નીનું નામ સાર્વજનિક કર્યું ન હતું. આ લગ્નના સમાચાર વાયરલ થયા બાદ લક્ષ્મણ સેઠે જણાવ્યું કે, તેમની પહેલી પત્નીના મૃત્યુ બાદ તેઓ એકલતા અનુભવી રહ્યા હતા. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં તે કોલકાતામાં રિસેપ્શન પાર્ટી આપશે.

જેમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવશે. 11 એપ્રિલ 1946ના રોજ જન્મેલા લક્ષ્મણ ચંદ્ર સેઠ બંગાળના તામલુક વિસ્તારમાંથી આવે છે. તેઓ સીપીઆઈ(એમ)ની પશ્ચિમ બંગાળ રાજ્ય સમિતિના સભ્ય હતા અને હલ્દિયાથી ભૂતપૂર્વ સાંસદ રહી ચૂક્યા છે.

Shah Jina