અરે રે, આ દેશના રાષ્ટ્રપતિએ તો હદ કરી દીધી, ફાઇટર જેટ મોકલી હાઇજેક કરાવ્યુ યાત્રિ વિમાન

રેયાનએયરના યાત્રી વિમાનને બેલારૂસ દ્વારા હાઇજેક કરવામાં આવેલ મુદ્દો વૈશ્વિક સ્તર પર ચર્ચાનો મોટો વિષય બની ગયો છે. દુનિયાભરમાં બેલારૂસના રાષ્ટ્રપતિની નિંદા થઇ રહી છે. યુનાનથી લિથુઆનિયા જઇ રહેલ રયાનએયરના યાત્રિ વિમાનને રવિવારે જબરદસ્તી બેલારૂસ ઉતારવામાં આવતા બબાલ મચી ગઇ હતી.

બેલારૂસના વિમાનની અંદર સવાર પત્રકાર રોમન પ્રોટસેચિવ અને તેમની ગર્લફ્રેન્ડ સોફિયાની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટના બાદ ભડકેલા યુરોપીય સંઘે બેલારૂસના વિમાનો પર તેમના હવાઇ ક્ષેત્રથી ઉડાન ભરવા પર રોક લગાવી દીધી છે. એટલું જ નહિ 27 દેશોના સમૂહ યુરોપીય સંઘે તેમની એયરલાઇન્સને નિર્દેશ કર્યો છે કે તે બેલારૂસના ઉપરથી ઉડાન ના ભરે.

રવિવારે ગ્રીસના એથેંસથી લિથુઆનિયાના વિલિનિયસ શહેર જઇ રહેલ રેયાનએયરના યાત્રિને ઉતારવા માટે લડાકૂ વિમાન મોકલવામાં આવ્યુ હતુ. જે બાદ વિમાનની જબરદસ્તી મિંસ્ક એરપોર્ટ પર લેડિંગ કરાવી દીધી. આ હાઇજેક 26 વર્ષિય પત્રકાર રોમનની ધરપકડ કરવા માટે કરવામાં આવ્યુ હતુ.

રોમન એક રાજનીતિક કાર્યકર્તા પણ છે, જે રાષ્ટ્રપતિ આલેક્ઝાંડર લુકાશેકોના આલોચક રહ્યા છે. ત્યાં આ હરકત માટે બેલારૂસના રાષ્ટ્રપતિની વૈશ્વિક સ્તર પર આલોચના શરૂ થઇ છે. રોમનને તેના કથિત આરોપ માટે 15 વર્ષની જેલની સજા થઇ શકે છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, બેલારૂસના શાસક લુકાશેંકોએ રવિવારે તેના મિગ-29 ફાઇટર જેટને મોકલ્યુ હતુ અને રયાનએયરના વિમાનને મિંસ્ક ડાયવર્ટ કરવા માટે મજબૂર કર્યુ હતુ.

આ પહેલા બેલારૂસના સરકારી ટીવી ચેનલે જણાવ્યુ કે, રોમનની ધરપકડ કરી લેવામાં આવી છે. રોમન પર બેલારૂસની સરકારને વ્યાપક અશાંતિ ભડકાવવા માટેનો આરોપ લાગેલો છે.

Shah Jina