આ મહિલાએ તેના ગળાની અંદર વીંટ્યો એવો ચમકદાર અજગર કે જોઈને તમે પણ અજગરની સુંદરતાના વખાણ કરવા લાગશો, જુઓ વીડિયો

દુનિયાની અંદર ઘણા એવા પ્રાણીઓ છે જે તેમની સુંદરતા માટે ખુબ જ જાણીતા છે, ઘણા પ્રાણીઓ દેખાવમાં એટલા સુંદર હોય છે કે આપણું પણ મન તેને અડકવાનું થઇ જાય, પરંતુ આવા સુંદર દેખાતા કેટલાક પ્રાણીઓ એટલા ખતરનાક પણ હોય છે કે તે જીવલેણ પણ સાબિત થતા હોય છે.

આવા જ સુંદર પ્રાણીઓમાં સાપ પણ સામેલ છે, ઘણા સાપ એવા હોય છે જે જેને જોવામાં ખુબ જ સુંદર લાગે, પરંતુ તે ઝેરીલા પણ એટલા જ હોય છે, ત્યારે હાલ એક એવા જ સુંદર અજગરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેને એક મહિલા પોતાના શરીર ઉપર વીંટાળીને ઉભેલી જોઈ શકાય છે.

ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલાએ પોતાના ખભાના ભારથી એક વિશાળ અજગરને તેના આખા શરીર પર બેસાડી દીધો છે. આ અજગર કાળા રંગનો છે, તેના શરીર પર સૂર્યની ચમકને કારણે રંગબેરંગી રેઈનબો શેડ્સ બની રહ્યા છે. આ અજગર જોવામાં એટલો સુંદર છે કે તે તમારા સાપ વિશેના ડરના વિચારોને ખતમ કરી દેશે. ઘણા દુર્લભ સાપ એવા હોય છે જેની ચામડી આવા વિવિધ રંગોમાં ચમકતી હોય છે.

ઇન્ટરનેટ પર ઘણા યુઝર્સ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે. yournatureshub દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેને લાખો લોકો જોઈ ચૂક્યા છે. સાથે જ આ વીડિયોને  અઢી લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો પર મોટી સંખ્યામાં લોકોએ કોમેન્ટ પણ કરી છે. યુઝર્સને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે અને તેઓ પણ આ અજગરને અડકવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

Niraj Patel