સાદગીમાં સુંદરતાની મિસાલ બની મહાકુંભમાં રૂદ્રાક્ષની માળા વેચતી આ છોકરી, સેલ્ફી લેવા માટે ઉમટ્યા લોકો

મહાકુંભમાં કોણ છે ઇન્દોરની નેચરલ બ્યુટી, સેલ્ફી લેવા લાગ્યા લોકો, આની સામે તો એશ્વર્યા અને કેટરીના પણ ફેઇલ

કજરારે નેન, હિરોઇન જેવી અદાઓ…જાણો કોણ છે મહાકુંભમાં રૂદ્રાક્ષની માળા વેચી રહેલી ખૂબસુરત છોકરી

મહાકુંભ 2025માં છોકરીઓની બોલબાલા છે. થોડા દિવસો પહેલા હર્ષા રિછારિયા મહાકુંભને કારણે સમાચારમાં આવી, ત્યારે હવે ઇન્દોરની મોનાલિસા તેની સુંદર આંખોને કારણે પ્રખ્યાત થઈ ગઈ છે. મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસાએ સોશિયલ મીડિયા પર કબજો જમાવી લીધો છે, લોકો તેની સુંદર આંખોના વખાણ કરતા થાકતા નથી.

મહાકુંભમાં મોનાલિસા સાથે સેલ્ફી લેનારા લોકો સોશિયલ મીડિયા પર તેની સરખામણી ઐશ્વર્યા અને કેટરિના સાથે કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ભૂરા આંખોવાળી છોકરીએ લોકોને દિવાના બનાવી દીધા છે. તે રૂદ્રાક્ષની માળા વેચવા ઇન્દોરથી મહાકુંભ 2025માં ગઈ છે. અન્ય છોકરીઓ સાથે તે મહાકુંભમાં ફરી માળા વેચી રહી છે. માળા ખરીદવા આવતા લોકો મોનાલિસા સાથે સેલ્ફી લઈ રહ્યા છે. મોનાલિસાની સુંદર આંખોના બધા વખાણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર મોનાલિસાની ઘણી તસવીરો શેર કરવામાં આવી રહી છે, જે વાયરલ થઇ રહી છે. યુઝર્સ લખી રહ્યા છે કે મહાકુંભના અનોખા રંગો. એક યુઝરે લખ્યું કે મહાકુંભમાં આવેલા કેટલાક લોકો અશ્લીલ રીલ્સ બનાવીને ખ્યાતિ મેળવી રહ્યા છે. ત્યાં ઇન્દોરની બે સુંદર બહેનોએ પોતાની આંખોથી બધાનું દિલ જીતી લીધું. મોનાલિસા ઇન્દોરની રહેવાસી છે અને તે તેની બહેન સાથે રુદ્રાક્ષની માળા વેચે છે.

મોનાલિસા દેશના વિવિધ મંદિરોની બહાર માળા વેચવાનું કામ કરે છે. તે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં પણ માળા વેચવા ગઈ છે. કેટલાક વીડિયોમાં મોનાલિસા કહી રહી છે કે મહાકુંભમાં આવતા સંતો અને ઋષિઓ જ વધુ માળા ખરીદે છે. ઇન્દોરની આસપાસના નિષ્ણાતો કહે છે કે માળા વેચવાનું કામ બંજારા સમુદાયની મહિલાઓ અને છોકરીઓ દ્વારા કરવામાં આવે છે. તેઓ અલગ અલગ જગ્યાએ ફરીને આ કામ કરે છે. મોનાલિસાએ પણ એમ કહ્યું કે અમે માળા વેચવા માટે અલગ અલગ જગ્યાએ જઈએ છીએ.

Shah Jina