અચાનક રીંછે કર્યો હુમલો તો ફોટોગ્રાફરે એવી યુક્તિ વાપરી કે રીંછ પાછું વળી ગયું, કરોડો લોકોએ જોયો વીડિયો, જોઈને તમે પણ હેરાન રહી જશો.. જુઓ
Bear Attacks Photographer : ફોટોગ્રાફર સારા વીડિયો અને ફોટો લેવા માટે કંઈપણ કરતા હોય છે. જયારે તેમને લીધેલી તસવીરો અને વીડિયો સામે આવે છે ત્યારે જોઈને આપણે પણ હેરાન રહી જઈએ છીએ. ખાસ કરીને જયારે તે કોઈ જંગલના પ્રાણીઓની ફોટોગ્રાફી કરતા હોય છે. હાલ એક એવો જ રીંછનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. રીંછ જંગલના ભયાનક પ્રાણીઓ છે. સિંહ અને દીપડા પણ તેમનાથી દૂર રહે છે. રીંછને જોતાની સાથે જ માણસ પોતાનો રસ્તો બદલી નાખે છે.
ત્યારે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે રીંછ ફોટોગ્રાફર પર હુમલો કરે છે. તે માણસો તરફ ઝડપથી દોડવા લાગે છે. પણ તેને જોઈને ભાગવાને બદલે ફોટોગ્રાફર રીંછને ભગાડ઼ે છે. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આટલું જ નહીં, આ ક્લિપ શેર કરતી વખતે, ઇન્સ્ટાગ્રામ યુઝરે તમામ લોકોને દોડતા રીંછને જોઈને ભાગી ન જવાની સલાહ આપી હતી.
આ સમાચાર લખ્યા ત્યાં સુધી આ વીડિયોને કરોડો લોકોએ જોયો છે અને લાખો લોકોએ લાઈક કર્યો છે. આ ક્લિપમાં જોઈ શકાય છે કે રીંછ ફોટોગ્રાફર તરફ દોડતું આવી રહ્યું છે. તેને જોઈને ફોટોગ્રાફર ભાગ્યો નહીં, પરંતુ જોરથી બૂમો પાડવા લાગ્યો. આ પછી તે રીંછ તરફ દોડવા લાગે છે. આ જોઈને રીંછ પોતાનો માર્ગ બદલી નાખે છે અને લોકોથી દૂર ભાગી જાય છે. આ જોઈને તમામ યુઝર્સે પ્રતિક્રિયા આપી. એક વ્યક્તિએ લખ્યું – રીંછને ભગાડવાની દેશી રીત છે. બીજાએ કહ્યું કે તેણે રીંછને ભગાડતી વખતે પહેલી વાર જોયો.
View this post on Instagram
આ ક્લિપ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @wildlife.encounters પરથી પોસ્ટ કરવામાં આવી હતી. તેણે કેપ્શનમાં લખ્યું- દોડતા રીંછની સામે ક્યારેય ન દોડો, ભલે તમારું હૃદય તમને દોડવાનું કહેતું હોય. આ હુમલો માત્ર દેખાડો કરવા માટે છે. તેઓ ઇચ્છે છે કે તમે ભાગી જાઓ. કારણ કે તેઓ પીછો કરવાની કુદરતી વૃત્તિ ધરાવે છે. ભૂલથી પણ જંગલમાં રીંછની બહુ નજીક ન જાવ. ખાતરી કરો કે તમારી સાથે અનુભવી માર્ગદર્શક છે! અમે ક્યારેય 50 યાર્ડથી વધુ નજીક આવ્યા નથી. આ રીંછ અમારી પાસે આવ્યું.