ખબર

પોતાની જ બેચનો ઓફિસર બની ગયો ભિખારી, તેનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો

આપણે ઘણી વાર જોતા હોય છે કે, રસ્તા પર ભિખારીઓ ભીખ માંગતા હોય છે. જરૂરી નથી કે રસ્તા પર ભીખ માંગતા ભિખારી બાળપણથી જ ભિખારી હોય તો કોઈ અધિકારી પણ હોઈ શકે છે. આવો જ એક મામલો ગ્વાલિયરમાં સામે આવ્યો છે.

Image source

ગ્વાલિયરમાં શાર્પ શૂટર અને પોલીસ વિભાગનો અધિકારી હતો. આ અધિકારી ભિખારી તરીકે જીવન ગુજારી રહ્યો છે. આ વાર્તા ફિલ્મી લાગે છે, પરંતુ આ વાત સાચી છે. અમે જેની વાત કરી રહ્યા છીએ તે મનીષ મિશ્રા છે. તે એક સમયે પોલીસ વિભાગમાં સબ ઈન્સપેક્ટર હતો. તે બેકાબૂ શૂટર્સ અને પ્રામાણિક અધિકારીઓમાં તેની ગણના થતી હતી. પરંતુ નસીબની રમતને કારણે તેને આજે રસ્તાઓ પર ભટકવાની ફરજ પડી છે. મનીષ મિશ્રાને મળવાની વાર્તા પણ ખૂબ રસપ્રદ છે.

Image source

10 નવેમ્બરના રાતે 1:30 વાગ્યે સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત ડીએસપી રત્નેશ સિંહ તોમર અને વિજય સિંહ ભદૌરિયાએ રસ્તા પર એક ઠંડીમાં ઠૂઠવતા અને કચરામાંથી જમવાનું શોધતા એક ભિખારીને જોયો હતો. તે અધિકારીએ બુટ અને બીજા એ જેકેટ ઉતારીને ભિખારીને આપી દીધું હતું, જયારે બંને ડીએસપી જવા લાગ્ય હતા ત્યારે ભિખારીએ ડીએસપીને તેના નામથી બોલાવ્યા હતા. આ બાદ બંને હેરાન થઇ ગયા હતા. પાછળ ફરીને ભિખારી સામે જોયું તો વધુ હેરાન થઇ ગયા હતા. આ ભિખારી રત્નેશ સિંહ તોમરની બેચનો સબ ઇન્સ્પેકટર મનીષ મિશ્રા હતો. 10 વર્ષથી રસ્તા પર ફરી રહ્યો હતો.

મનીષ 1999માં પોલીસ લાઇનમાં જોડાયો. જે પછી એમપીના વિભિન્ન પોલીસ સ્ટેશનમાં તેણે કામ પણ કર્યું. 2005માં તેણે છેલ્લે પોલીસની નોકરી કરી હતી. મનીષ છેલ્લે દતિયા વિસ્તારમાં પોસ્ટેડ હતો. આ બાદ માનસિક સ્થિતિ ખરાબ થઇ ગઈ હતી. આ બાદ તેને ઘર છોડી દીધું હતું. મનીષ ભીખ માંગીને પોતાનું ગુજરાન 10 વર્ષ સુધી ચલાવ્યું હતું.

Image source

આજે મનીષના ઘણા બેચમેટ્સ તેમની સારવાર માટે આગળ આવ્યા છે. મનિષને જે દિવસે તેની જાણ થઈ તે જ દિવસે બંને અધિકારીઓએ તેને એક સામાજિક સંસ્થામાં મોકલી આપ્યો હતો. જ્યાં મનીષ તેની સંભાળ સાથે સારવાર લઈ રહ્યો છે. ટ્વિટર પર ઘણા અધિકારીઓ તેની મદદ માટે આગળ આવી રહ્યા છે. તેમજ બંને ડીએસપીના આ પગલાની પણ પ્રશંસા કરવામાં આવી રહી છે.

Image source

ડીએસપી મનીષનો ભાઈ પણ પોલીસમાં છે અને પિતા અને કાકા એસએસપી પદ પરથી નિવૃત્ત થયા છે. તેની એક બહેન પણ સારી પોસ્ટ પર તૈનાત છે. મનીષની પૂર્વ પત્ની પણ ન્યાયિક વિભાગમાં પોસ્ટ છે. અત્યારે મનીષના બંને મિત્રોએ તેની સારવાર ફરી શરૂ કરી દીધી છે.