ક્યાંય જોયુ છે આવું ? કાતરની જગ્યાએ આગની લપટોથી વાળ કાપી રહ્યો હતો સલૂનવાળો…વીડિયો જોઇ હેરાનીમાં લોકો

દેસી સલૂનવાળાએ આગની લપટોથી કાપ્યા કસ્ટમરના વાળ, વાયરલ વીડિયોએ ઇન્ટરનેટ પર મચાવ્યો હાહાકાર !

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સલૂનવાળાએ વાળ કાપવા માટે ખૂબ જ અનોખી પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યો છે. આ પદ્ધતિ એટલી અનોખી છે કે તેને જોયા પછી લોકો ડરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સલૂનવાળો કાતર કે ક્લિપરના બદલે આગનો ઉપયોગ કરીને વાળ કાપી રહ્યો છે. તે પહેલા ગ્રાહકના વાળને આગ લગાડે છે અને પછી બળી ગયેલા વાળને ખૂબ જ કાળજીપૂર્વક દૂર કરે છે.

સલૂનવાળો ગ્રાહકના વાળ બાળીને હેરસ્ટાઇલ બનાવવા માટે આયર્ન મેલ્ટિંગ ગેસ કટર મશીનનો ઉપયોગ કરે છે. યુઝર્સ હેરસ્ટાઈલની આ અનોખી પદ્ધતિથી આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો આ અનોખી પદ્ધતિ જોઈને ખૂબ જ ઉત્સાહિત થઈ રહ્યા છે તો કેટલાકને આ ખતરનાક લાગી રહ્યુ છે.

ઘણા લોકોએ સલૂનવાળાની કળા અને હિંમતની પ્રશંસા કરી તો કેટલાક માથાની નજીક આગ જોઈને ડરી ગયા. વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરી કે, વાળના છેડા બાળવાથી શું ફાયદો ? બીજાએ લખ્યું, “આ વાળ માટે સારું ન હોઈ શકે.” જો કે, ઘણા લોકોએ માથાની આટલી નજીક ખુલ્લી અગ્નિનો ઉપયોગ કરવાના જોખમ વિશે ચિંતા વ્યક્ત કરી અને ભાર મૂક્યો કે આવા કામ માટે વિશેષ તાલીમ અને અત્યંત સાવધાની જરૂરી છે.

Shah Jina