આખરે શા કારણે બપ્પી લહેરી આટલું બધું સોનુ પહેરીને ફરતા હતા ? જાણો કેટલું હતું તેનું વજન અને કેટલી હતી કિંમત

આજે ફિલ્મી દુનિયામાંથી એક ખુબ જ દુઃખદ ખબર સામે આવી. બોલીવુડના ખ્યાતનામ ગાયક બપ્પી લહેરીએ છેલ્લા શ્વાસ લીધા અને હંમેશા માટે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું. તેમના નિધન બાદ ચાહકો શોકમાં છે તો સાથે જ બોલીવુડના ઘણા સેલેબ્સ પણ તેમના નિધન ઉપર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

બપ્પી લહેરીને બપ્પી દા તરીકે ઓળખવામાં આવતા અને તેમની મોટાભાગની તસ્વીરોમાં તે પોતાના શરીર ઉપર ઘણું બધું સોનુ પહેરીને જોવા મળતા હતા. તો ઘણા લોકોને તેની પાછળનું કારણ ખબર નહીં હોય કે શા કારણે બપ્પી લહેરી પોતાના શરીર ઉપર આટલું બધું સોનુ પહેરતા હતા અને તેનું વજન અને કિંમત કેટલી હતી ? તો ચાલો આજે અમે તમને જણાવીએ.

બપ્પી લહેરીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું. તેકોઈ પ્રખ્યાત વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત છે. તેમને જોયા પછી, તેણેમ પણ પોતાની શૈલી બનાવવા માટે આ કર્યું. તમને જાણીને નવાઈ લાગશે પણ બપ્પી દા જેટલુ સોનુ પહેરે છે, તેની પત્ની પાસે તેના કરતા પણ વધુ સોનુ છે. 2014માં તેમણે આપેલા ચૂંટણી એફિડેવિટમાં આ વાતનો ખુલાસો થયો હતો. તેમણે એફિડેવિટમાં કહ્યું હતું કે બપ્પી દા પોતે અને તેની પત્ની પાસે કેટલું સોનું છે? બપ્પી દાએ ભાજપની ટિકિટ પર શ્રીરામપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી.

બપ્પી દાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ અમેરિકન પોપ સ્ટાર એલ્વિસ પ્રેસ્લીથી ખૂબ જ પ્રભાવિત હતા. એલ્વિસ તેના કોન્સર્ટ દરમિયાન સોનાની ચેન પહેરતો હતો. બપ્પી દાએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે જ્યારે હું એલ્વિસને જોતો હતો ત્યારે મને લાગતું હતું કે જ્યારે હું ફેમસ અને સફળ થઈશ ત્યારે હું એલ્વિસની જેમ મારી ઈમેજ બનાવીશ. આ સિવાય તે પોતાનું સોનું પહેરવાને પણ ખૂબ જ લકી માને છે.

2014માં આપેલા ચૂંટણી એફિડેવિટ મુજબ બપ્પી દા પાસે 754 ગ્રામ સોનું અને 4.62 કિલો ચાંદી છે. આ વાતને આજે 8 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ અંદાજ લગાવી શકાય છે કે તેઓએ આ સોનું વધાર્યું હશે. રિપોર્ટ્સ અનુસાર, બપ્પી દાની નેટવર્થ 20 કરોડથી વધુ છે.

Niraj Patel