માતા તનુજાનો હાથ થામી બપ્પી દાના અંતિમ દર્શન માટે પહોંચી કાજોલ, નમ આંખો સાથે શ્રદ્ધાંજલિ આપવા આવી મોટી મોટી હસ્તીઓ

બોલિવૂડના દિગ્ગજ ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. બપ્પી દાએ 69 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમને મુંબઈના જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે ઓએસએના કારણે તેમનું મોત થયું છે. ઉંમર વધવાની સાથે તે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બપ્પી દાના નિધન પર ભાવુક ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. અજય દેવગન, અનુપમ ખેર સહિત ઘણા સ્ટાર્સે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ત્યાં, આ દુઃખની ઘડીમાં ઘણા સ્ટાર્સ બપ્પી દાના ઘરે પહોંચી રહ્યા છે.

બપ્પી લહેરીના આકસ્મિક નિધનથી બોલિવૂડ શોકમાં છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સ સોશિયલ મીડિયા પર બપ્પી લહેરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તો અભિનેત્રી કાજોલ અને તેની માતા તનુજા તેમજ સિંગર અલકા યાજ્ઞિક સહિત અનેક સ્ટાર્સ તેના ઘરે પહોંચી ગયા છે. કાજોલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાજોલ તેની માતા તનુજા સાથે બપ્પી દાના ઘરે પહોંચી હતી. આ પ્રસંગે કાજોલે તેની માતાનો હાથ પકડ્યો હતો. જો કે, આ સમય દરમિયાન પેપરાજી અભિનેત્રી અને તેની માતાને ઘેરી લે છે, જેના કારણે કાજોલ ખૂબ જ પરેશાન જોવા મળે છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે થયા છે અને પેપરાજીની ક્લાસ લેતા જોવા મળે છે.

વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, બપ્પી દાના ગયા પછી તનુજા ખૂબ જ ઉદાસ દેખાઈ રહી છે. આ દરમિયાન તે માથું નમાવતી જોવા મળી હતી. પીઢ અભિનેતા વિશ્વજીત ચેટર્જી બપ્પી દાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ફોટામાં જોઈ શકાય છે કે તેઓ એકદમ ઉદાસ દેખાઈ રહ્યા છે. અલકા યાજ્ઞિક પણ બપ્પી લાહિરીના ઘરે શોક વ્યક્ત કરવા પહોંચી હતી. આ દરમિયાન તેણે સફેદ સલવાર સૂટ પહેર્યો હતો. તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને માસ્ક પહેર્યુ હતુ. બપ્પી દાના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં મીડિયાકર્મીઓ પણ ત્યાં હાજર છે.

બપ્પી લહેરી ઇન્ડસ્ટ્રીના જાણીતા સંગીતકાર હતા, જેમણે ઘણી ફિલ્મોમાં હિટ સંગીત આપ્યું હતું. 80ના દાયકામાં બપ્પી લહેરીને હિટ ફિલ્મની ગેરંટી પણ માનવામાં આવતી હતી. બપ્પી લહેરીના નિધનથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારો બપ્પી દાના ઘરે પહોંચીને અંતિમ દર્શન કરી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ તેની માતા તનુજા સાથે બપ્પી દાના અંતિમ દર્શન માટે પહોંચી હતી. કાજોલ પોતાની કારમાં બપ્પી લહેરીના ઘરે આવી હતી. કાજોલનો પરિવાર બપ્પી લાહિરીની ખૂબ નજીક હતો. બંને પરિવારના સંબંધ બંગાળના છે, જેના કારણે તેમની વચ્ચે ખૂબ સારા સંબંધો હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સિંગર અલકા યાગ્નિક પણ બપ્પી લહેરીના અંતિમ દર્શન માટે પહોંચી હતી. તેણે બપ્પી લહેરીના ઘણા ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. બોલિવૂડની જાણીતી હસ્તી શરબાની મુખર્જી પણ બપ્પી દાના નિધનના સમાચાર સાંભળીને તેમના ઘરે પહોંચી હતી. બપ્પી દાના નજીકના લોકોમાંના એક વિશ્વજીત ચેટર્જી પણ વહેલી સવારે બપ્પી દાના ઘરની બહાર જોવા મળ્યા હતા. તેઓ બપ્પી દાના અંતિમ દર્શન માટે પણ પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમને જણાવી દઈએ કે તેમના પરિવાર દ્વારા સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે કે તેમના અંતિમ સંસ્કાર 17 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. તેમના પુત્ર લોસ એન્જલસમાં રહે છે અને તેઓ ગુરુવાર સવાર સુધીમાં મુંબઈ પહોંચી શકશે. ત્યાર બાદ જ અંતિમ સંસ્કાર થશે. તેમના અંતિમ સંસ્કાર પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

Shah Jina