ALERT! આજથી સતત 5 દિવસ બેંક રહેશે બંધ, જોઈ લો રજાઓનું લિસ્ટ

જો બેંકનું કોઈ મહત્વનું કામ હોય, જેમ કે ચેક ક્લિયર કરાવવો અથવા કોઈને નાણાં ટ્રાન્સફર કરવા અથવા પગાર અને પેન્શન સંબંધિત કોઈ કામ, તો હવે તમે તેને ફક્ત આવતા અઠવાડિયે જ પૂર્ણ કરી શકશો, કારણ કે આગામી પાંચ દિવસ સુધી બેંકો બંધ રહેવાની છે. તમને જણાવી દઈએ કે આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર ઓગસ્ટમાં બેંકો અડધા મહિના માટે બંધ રહેશે.

ઓગસ્ટમાં 15 રજાઓ
ઓગસ્ટમાં આવતી 15 રજાઓમાંથી 6 રજાઓ પસાર થઈ છે, બાકીની 9 રજાઓ બાકી છે. કેટલીક પ્રાદેશિક રજાઓ છે અને કેટલીક નિયમિત રજાઓ છે. પ્રાદેશિક રજાઓ પર બેંકો માત્ર કેટલાક રાજ્યોમાં બંધ રહેશે, જ્યારે અન્ય સ્થળો ખુલ્લા રહેશે. અગાઉ 13 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી સતત ચાર દિવસ બેંકો બંધ રહી હતી. તેથી જો તમે પણ કોઈ કામ કરવા માંગો છો, તો આજે રજાઓની આ યાદી જાણીલો.

બેંકો આજથી 5 દિવસ સુધી બંધ રહેશે
આજે 19 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી એટલે કે બેંકો આખા 5 દિવસ સુધી લોક રહેશે. આજે મોહર્રમના કારણે બેંકોમાં કોઈ કામ થશે નહીં. અગરતલા, બેલાપુર, જમ્મુ, કોલકાતા, મુંબઈ, નાગપુર, પટના, રાયપુર અને શ્રીનગર બેન્કો આ દિવસે બંધ રહેશે. આ પછી, નવી દિલ્હી, લખનૌ, અમદાવાદ, કાનપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, રાંચી, બેંગ્લોર, ચેન્નઈ, કોચી અને તિરુવનંતપુરમમાં 20 ઓગસ્ટના રોજ ઓણમના કારણે બેંકો બંધ રહશે. 21 ઓગસ્ટે થિરુઓણમ પ્રસંગે અને 23 ઓગસ્ટના રોજ શ્રી નારાયણ ગુરુ જયંતિ પ્રસંગે કોચ્ચિ અને તિરુવનંતપુરમમાં બેંકોમાં રજા રહેશે.

19 ઓગસ્ટ – મોહરમ (અશુરા) – અગરતલા, બેલાપુર, જમ્મુ, કોલકાતા, મુંબઈ, નાગપુર, પટના, રાયપુર અને શ્રીનગરમાં બેંકો બંધ, 20 ઓગસ્ટ – મોહરમ / પ્રથમ ઓણમ – નવી દિલ્હી, લખનૌ, અમદાવાદ, કાનપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, રાંચી, બેંગ્લોર, ચેન્નઈ, કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ, 21 ઓગસ્ટ- થિરુવોણમ- કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ
22 ઓગસ્ટ – રવિવાર, 23 ઓગસ્ટ – શ્રી નારાયણ ગુરુ જયંતી – કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ

મહિનાના અંતે બેંકો 4 દિવસ માટે બંધ રહેશે
આ પછી, મહિનાના ચાર દિવસ માટે બેન્કો બંધ રહેશે. 28 ઓગસ્ટ મહિનાનો ચોથો શનિવાર હશે, તેથી બેંકો બંધ રહેશે, 29 ઓગસ્ટે રવિવાર હોવાને કારણે બેંકો બંધ રહેશે. અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઈ, દેહરાદૂન, ગંગટોક, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના કારણે બેંકો બંધ રહેશે, હૈદરાબાદમાં 31 ઓગસ્ટે બેંકો બંધ રહેશે.

  • 28 ઓગસ્ટ – મહિનાનો ચોથો શનિવાર
  • 29 ઓગસ્ટ – રવિવાર
  • 30 ઓગસ્ટ – જન્માષ્ટમી/કૃષ્ણ જયંતી – અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઈ, દેહરાદૂન, ગંગટોક, જયપુર,
  • જમ્મુ, કાનપુર, લખનૌ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં બેંકો બંધ
  • 31 ઓગસ્ટ – શ્રી કૃષ્ણ અષ્ટમી – હૈદરાબાદમાં બેંક બંધ
  • ભલે આ રજાઓ દરમિયાન બેંકોની શાખાઓ બંધ હોય, પરંતુ તમે ઓનલાઈન બેંકિંગ દ્વારા મોટાભાગનું કામ પતાવી શકો છો.
Niraj Patel