જાણો કઈ બેંક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ, SBI, HDFC કે PNB

બેંકમાં FD કરાવતા પહેલા વ્યાજના દર જાણી લેજો

મોટાભાગના લોકોનું માનવું છે કે FD સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ રિટર્ન આપનાર વિકલ્પ છે. એટલા માટે મોટી સંખ્યામાં લોકો માત્ર FD માં જ રોકાણ કરવાનું પસંદ કરે છે. જોકે થોડા સમયથી એફડીના વ્યાજ દર ઘટ્યા છે, પરંતુ તેમ છતાં તે રોકાણ માટે લોકોની પ્રથમ પસંદગી છે. જો તમને પણ લાગે છે કે એફડી રોકાણ કરવાનો સારો વિકલ્પ છે અને તમે રોકાણ કરવા માંગો છો, તો તમામ બેંકોના વ્યાજ દરની તુલના કરવી જરૂરી છે.

જોકે એફડી પર મેળવેલ વ્યાજ એફડીની સમયમર્યાદા પર આધાર રાખે છે, પરંતુ કોઈપણ એક સમયગાળાને ધ્યાનમાં રાખીને, તમે તેનો અંદાજ લગાવી શકો છો. આવી સ્થિતિમાં, આજે અમે તમને 5 વર્ષના સમયગાળાને ધ્યાનમાં રાખીને જણાવીએ છીએ કે કઈ બેંકમાં કેટલું વ્યાજ મળી રહ્યું છે. તો આવો જાણીએ દેશની પ્રમુખ SBI, HDFC, PNB જેવી બેંકોમાં કેટલું વ્યાજ મળી રહ્યું છે.

HDFC બેંક : HDFC બેંકે 21 મે 2021 ના રોજ તેના દરમાં ફેરફાર કર્યો. હાલમાં, બેંક ત્રણ વર્ષથી પાંચ વર્ષ સુધી FD યોજનાઓ પર 5.30 ટકા સુધી વ્યાજ આપી રહી છે અને વરિષ્ઠ નાગરિકો માટે આ દર 5.80 ટકા છે. તમને જણાવી દઈએ કે 2 કરોડ સુધી રોકાણ કરનારા ગ્રાહક માટે છે અને જો તમે વધુ રોકાણ કરવા માંગતા હો તો તમને એક અલગ વ્યાજ મળે છે.

પંજાબ નેશનલ બેંક( PNB) : પંજાબ નેશનલ બેન્કે તાજેતરમાં જ તેના એફડી દરમાં ફેરફાર કર્યો છે. હાલમાં, બેંક 3 થી 5 વર્ષની FD યોજનાઓ પર 5.25 ટકાના દરે વ્યાજ આપી રહી છે અને વરિષ્ઠ નાગરિકોને આ યોજના પર 5.75 ટકા સુધી વ્યાજ મળે છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI) : જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 3 વર્ષ થી 5 વર્ષ માટે FD કરો છો, તો તમને 5.30 ટકાના દરે વ્યાજ મળે છે. તે જ સમયે, વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધુ વ્યાજ મળી રહ્યું છે એટલે કે તેમને 5.80 ટકા વ્યાજ મળે છે. આ દર 1 જાન્યુઆરી, 2021 થી મળી રહ્યા છે.

બેંક ઓફ બરોડા (BOB) : બેંક ઓફ બરોડાની વાત કરીએ તો બેંક ગ્રાહકોને 3 થી 5 વર્ષ માટે 5.25 ટકાના દરે વ્યાજ આપી રહી છે. તે જ સમયે, વરિષ્ઠ નાગરિકોને .50 ટકા વધુ લાભ મળે છે. આ દર 16 નવેમ્બર 2020 થી લાગુ છે.

Patel Meet