એલર્ટ! 1 ફેબ્રુઆરીથી બદલાઈ જશે આ 3 બેન્કના નિયમો,ચૂકવવો પડશે વધુ ચાર્જ

ક્યાંક તમારૂ એકાઉન્ટ તો નથીને આ બેન્કમાં, ફટાફટ કરો ચેક

આવતી કાલે એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન બજેટ રજૂ કરશે. જેના કારણે ઘણી વસ્તુઓમાં પરિવર્તન આવશે. તો બીજી તરફ દેશની 3 અગ્રણી બેન્કો પણ કેટલાક નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. જે જાણવું તમારા માટે ખુબ જરૂરી છે. જે બેન્કો નિયમો બદલી રહી છે તેમા એસબીઆઈ(SBI), બેન્ક ઓફ બરોડા (BOB) અને પંજાબ નેશનલ બેન્ક (PNB)નો સમાવેશ થાય છે. તો આવો જાણીએ શું શું ફેરફારો થશે.

પંજાબ નેશનલ બેન્કે જે નિયમોમાં ફેરફાર કર્યા છે તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. જો હવે તમારા એકાઉન્ટમાં પૈસા ન હોય અને હપ્તો કે રોકાણ ફેલ થાય તો તમારે 250 રૂપિયાનો દંડ ભરવો પડશે. જણાવી દઈએ કે અત્યાર સુધી દંડની રકમ માત્ર 100 રૂપિયા હતી.

બેન્ક ઓફ બરોડના ગ્રાહકોનાં 1 ફેબ્રુઆરીથી ચેક ક્લિયરન્સના નિયમો બદલાઈ જશે. હવેથી 1 ફેબ્રુઆરીથી ચેક પેમેન્ટ માટે ગ્રાહકોએ પોઝિટિવ પે સિસ્ટમને અનુસરવુ પડશે. એનો મતલબ એવો કે હવે ગ્રાહકોએ ચેક સાથે સંબંધિત માહિતી મોકલવી પડશે ત્યારે જ તમારો ચેક ક્લિયર થશે. આ ફેરફાર 10 લાખ રૂપિયાથી વધુના ચેક ક્લિયરન્સ માટે છે.

આ અંગે SBI એ જણાવ્યું કે, 2 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયાની વચ્ચે IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા બદલ 20 રૂપિયા+ GST ચાર્જ ચૂકવવો પડશે. ભારતીય રિઝર્વ બેન્કે ઓક્ટોબર 2021માં IMPSના માધ્યમથી ટ્રાન્ઝેક્શનની રકમ 2 લાખથી વધારીને 5 લાખ કરી દીધી હતી. રિઝર્વ બેન્કે IMPS દ્વારા થતા ટ્રાન્ઝેક્શનની લિમિટ વધારી દીધી હતી. હવે એક દિવસમાં 2 લાખ રૂપિયાની જગ્યાએ 5 લાખ રૂપિયા તમે ટ્રાન્સફર કરી શકો છે.

YC