વલસાડમાં પત્નીના ખરાબ હરકતોથી કટાંળીને પતિએ જીવન ટૂંકાવ્યું, વીડિયો બનાવીને કહ્યું, “હું જાઉં છું તારી લાઈફમાંથી…” જુઓ

મેં તારી ભગવાનની જેમ પૂજા કરી, બૈરીની ગંદી હરકતોને કારણે બેન્ક મેનેજર પતિએ કરી આત્મહત્યા, સાચું કારણ આવ્યું સામે…

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે તે કોઈ પ્રેમ પ્રસંગોના કારણે આપઘાત કરી લેતા હોય છે. તો ઘણીવાર પતિ અને પત્નીના આડા સંબંધોને લઈને પણ બંનેમાંથી કોઈ એક આપઘાત કરી લેતું હોય છે. ઘણા લોકો આપઘાત કરતા પહેલા પોતાના પર વીતેલા દુઃખને વીડિયોમાં કેદ કરતા હોય છે અને સોશિયલ મીડિયામાં તેમના વીડિયોને પોસ્ટ કરતા જ વાયરલ પણ થઇ જાય છે.

હાલ આવી જ એક ઘટના વલસાડમાંથી સામે આવી છે. જ્યાંના એક બેંક મેનેજરે પત્નીના અન્ય સાથેના સંબંધોને લઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. બેંક મેનેજરે આપઘાત કરતા પહેલા વીડિયો બનાવીને પત્નીના સંબંધોને પણ ખુલ્લા પડયા છે. ત્યારે હાલ આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં બેંક મેનેજર રડતા રડતા પોતાની આપવીતી જણાવતો પણ જોવા મળી રહ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ તાલુકાના જૂજવા ગામે રહેતા અને વાપીના ચલા સ્થિત કોટક મહિન્દ્રા બેંકમાં નોકરી કરતા ચીફ બ્રાંચ મેનેજર કવલજીત સિંહ ઉર્ફે સનીએ પોતાના બંગલાના બેડરૂમમાં જ ગત ગુરુવારના રોજ બપોર પછી પંખાના હુક સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.આપઘાત કરતા પહેલા તેમને એક વીડિયો પણ બનાવ્યો હતો જેને પોલીસે કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

વીડિયોમાં બેંક મૅનેજર રડતા રડતા જણાવી રહ્યા છે કે, મારી પત્નીએ મને પર પુરુષના કારણે છોડી દીધો. હું જયારે તેને સમજાવવા ગયો ત્યારે તેને મને કહી દીધું કે મારે તારી સાથે કોઈ સંબંધ નથી રાખવો અને તું ક્યાંક જઈને મરી જા. તો હું જઈ રહ્યો છું તારી લાઈફમાંથી. પણ ધ્યાન રાખજે મારા જેવો પ્રેમ કરનારો તને નહિ મળે. મારા બાળકોનું ધ્યાન જરૂર રાખજે તું.

આ ઉપરાંત તેમને એમ પણ કહ્યું કે, “મારી પત્ની ભૂમિકા ઠાકુરનું અઢી વર્ષથી સુનિલ વર્મા સાથે અફેર છે, મેં તેને ઘણીવાર રંગેહાથ પકડી છે. જેના પુરાવા મારા ફોનમાં અને ડ્રાઈવમાં પડ્યા છે.” મેનેજરે પોતાના ફોનનો પાસવર્ડ પણ જણાવ્યો હતો. સાથે જ એમ પણ કહ્યું કે, “મેં તેને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તે સમજી નહીં. મેં તેને સાચો પ્રેમ કર્યો..ભગવાનની જેમ પૂજા કરી. પણ તે મને ન સમજી શકી. હું એટલો પ્રેમ કરું છું કે પત્નીનો અફેર હોવા છતાં હું નફરત કરી શકતો નથી.”

Niraj Patel