અમદાવાદના યુવકને ફેસબુકમાં થયો હતો પ્રેમ, બાંગ્લાદેશી યુવતી જોડે લિવ-ઇનમાં રહેવા લાગ્યો, છેલ્લે થયો ચોંકાવનારો એન્ડ

અમદાવાદમાં લિવ ઇનમાં રહેતી એક બાંગ્લાદેશી યુવતી હિન્દૂ બનીને તમામ હદ પાર કરી નાખી, જાણીને થઇ જશો ચકિત

આજના સમયમાં પ્રેમ લોકોને ઘરની અંદર ચાર દીવાલોને વચ્ચે બેસીને પણ થઇ શકે છે, કારણ કે આજે મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને સ્માર્ટફોન દ્વારા સોશિયલ મીડિયાના સહારે દુનિયાના કોઈપણ ખૂણામાં જોડાઈ શકે છે. આવી ઘણી પ્રેમ કહાનીઓ સામે આવતી રહે છે, પરંતુ હાલમાં અમદાવાદ પોલીસે એક એવી ઘટનાનો પર્દાફાશ કર્યો છે તે જાણીને કોઈ પણ હચમચી ઉઠે.

અમદાવાદ ગ્રામ્ય SOGએ છેલ્લા 3 વર્ષથી ખોટા ડોક્યુમેન્ટના આધારે અમદાવાદમાં રહેતી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી છે. જેમાં જાસૂસી પ્રકરણ છે કે પછી પ્રેમ પ્રકરણ તે પોલીસ તપાસ કરી શકે છે. આ બાંગ્લાદેશી યુવતીએ લિવ ઇનમાં રહીને એક બાળકીને પણ જન્મ આપી દીધો અને કોઈને જાણ પણ થઈ ન હતી. પરંતુ જે યુવક સાથે તેને પ્રેમ થયો હતો તેનું અકસ્માતમાં મૃત્યુ થયા બાદ આ સમગ્ર ઘટના સામે આવી છે.

આ ઘટનાની વિગતો તપાસીએ તો અમદાવાદના બોપાલમાં રહેતા હિતેશ જોશીનો સંપર્ક ફેસબુક મારફતે બાંગ્લાદેશમાં રહેતી શીરીના હુસેન સાથે થયો હતો. અને પછી આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. શીરીના હિતેશ જોશીને મળવા ટુરિસ્ટ વિઝા પર અમદાવાદ આવી હતી. પણ પછી તે પાછી બાંગ્લાદેશ પરત ફરી નહીં.

છેલ્લા 3 વર્ષથી તે હિતેશ સાથે લિવ ઇનમાં સોનુ બનીને અમદાવાદમાં જ રહેતી હતી. તેમના લિવ ઇનમાં રહેવાના કારણે બંનેને એક દીકરી પણ થઇ છે. શીરીના બાંગ્લાદેશ પરત જવા નહોતી માંગતી અને ખોટું નામ ધારણ કરી અને ધર્મ બદલી અહીંયા જ રહેતી હતી. વળી તેને આ નામથી ખોટું આધારકાર્ડ અને પાનકાર્ડ પણ બનાવી લીધું હતું.

શીરીન પાસેથી બાંગ્લાદેશની સાથે સાથે ભારતના પાસપોર્ટ સહિત અન્ય દસ્તાવેજો પણ મળી આવ્યા છે. હાલ યુવતીની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. આ યુવતી કોઈ રેકેટ સાથે સામેલ છે કે કેમ ? તેને દસ્તાવેજો કઈ રીતે બનાવ્યા છે ? અને તેની સાથે અન્ય કોઈ લોકોએ પણ આ રીતે વસવાટ કરી રહ્યા છે કે કેમ ? તે તમામ દિશાઓમાં પોલીસ તપાસ કરી રહી છે. હાલ આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી લેવામાં આવ્યા છે.

Niraj Patel