માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો ! પિતાએ વાંચવાનું કહ્યુ તો ધોરણ-9માં ભણતાં દીકરાએ ગળે ફાંસો ખાઇ કરી લીધો આપઘાત

ધોરણ-9માં ભણતાં છોકરાને આત્મહત્યા કરવાની બુદ્ધિ ક્યાંથી આવતી હશે? લટકી ગયો, બિચારા પપ્પા મમ્મી જીવનભર શું કરશે, વાંચો સમગ્ર ઘટના

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે. છેલ્લા ઘણા સમયમાં તો વિદ્યાર્થીઓ કે સગીર બાળકોના આપઘાતના પણ ઘણા મામલા સામે આવ્યા છે. ત્યારે હાલમાં બનાસકાંઠાના વાવના ગંભીરપુરા ગામેથી એક આપઘાતનો મામલો સામે આવ્યો છે. જેમાં ધોરણ-9માં અભ્યાસ કરતા દીકરાને તેના પિતાએ ભણવા બાબતે ઠપકો આપ્યો તો તેણે લાગી આતા ઘરમાં જ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી.

આ ઘટનાને લઇને ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ પોલિસને થતા જ પોલિસે સ્થળ પર પહોંચી તપાસ કરી. ત્યારે આ મામલાને કારણે સમગ્ર પંથકમાં પણ અરેરાટી વ્યાપી ગઇ હતી. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, વાવના ગંભીરપુરા ગામે ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા ઠાકોર પ્રકાશભાઇનો દીકરો વિષ્ણુ ધોરણ-9માં અભ્યાસ કરતો હતો. ગત ગુરૂવારના રોજ તેના પિતાએ તેને અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હતો,

ત્યારે તેને આ વાત લાગી આવતા બપોરના સમયે ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવને લઇને પહોંચેલી પોલિસે મૃતકની લાશને પીએમ અર્થે વાવ રેફરલમાં ખસેડી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રકાશભાઇ ઠાકોરના પત્નીને મગજનું કેન્સર છે અને તે બીમાર અવસ્થામાં છે. તેમને સંતાનમાં ત્રણ દીકરા-દીકરી છે. જેમાં વિષ્ણુ સૌથી મોટો હતો.

Shah Jina