એમ જ નથી ઉભી થઇ 10 હજાર કરોડની બાલાજી વેફર્સની કંપની, જુઓ પોતાના પરિશ્રમ અને મહેનત વિશે શું કહ્યું ચંદુભાઈ વિરાણીએ વીડિયોમાં

આજે વેફર્સનું નામ આવે એટલું પહેલું નામ  આપણી આગળ બાલાજી વેફર્સ આવી જાય. આજે બાલાજી વેફર્સ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ અને દુનિયામાં પણ પોતાનું આગવું નામ ધરાવે છે, એક નાના પાયે શરૂ થયેલું વેફર્સનું ઉત્પાદન આજે 10 હજાર કરોડની કંપની સુધી પહોંચી ગયું છે. આજે બાલાજી વેફર્સમાં વેફર્સ ઉપરાંત બીજી પણ ઘણી વસ્તુઓ બને છે. ત્યારે આ જગ્યાએ પહોંચવું એટલું સરળ પણ નહોતું.

આજે બાલાજી વેફર્સ એ પેપ્સિકો જેવી વિદેશી કંપનીઓને હંફાવી રાખી છે. બાલાજીના મહેનતું માલિક ચંદુભાઈ વિરાણીએ આજે 10 હજાર કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. અબજોપતિ હોવા છતાં ચંદુભાઈ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. ચંદુભાઈ આજેય મિત્રો-સ્વજનોનાં લગ્નમાં ટ્રેડિશનલ રાસ પણ લઈ લે છે અને પૌત્રીઓ માટે વૅફર પણ તળી આપે છે.

મોટા ઉદ્યોગપતિ હોવા છતાં બાલાજી વેફર્સના માલિક ચંદુભાઈ વિરાણીના પગ ધરતી પર જ છે. ચંદુભાઈનું માનીએ તેઓ નાનપણમાં મિત્રો સાથે નદીએ નાહવા જતા હતા અને ઝાડ પર ચડવાની રમતો રમતા હતા. આ દોસ્તો સાથે તેઓ આજે પણ સંપર્કમાં છે. આ મિત્રો જ્યારે રાજકોટ આવે ચંદુભાઈને મળ્યા વિના જતા નથી. ચંદુભાઈ પણ તેમના નાના-મોટા પ્રસંગોમાં હાજરી આપે છે.

ચંદુભાઇ વિરાણીનો જન્મ ગુજરાતના જાનમગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં ધુન-ઘોરાજી ગામમાં થયો હતો. તેમના પિતાજી પોપટભાઇ ખેડૂત હતા. છેલ્લે કેટલાક સમય સુધી ક્ષેત્રમાં વરસાદ ના પડવાને કારણે સૂકાઇ રહ્યુ હતુ. એવામાં તેમના પિતાજીએ ખેતર વેચી દીધુ અને તેનાથી પ્રાપ્ત થયેલ 20 હજાર રૂપિયાથી ચંદુભાઇ વિરાણી અને તેમના 4 ભાઇઓને આપીને કંઇક નવો વેપાર શરૂ કરવા કહ્યુ.

તેમણે અને તેમના ભાઇઓએ પિતાની ઇચ્છા મુજબ કંઇક એવું જ કર્યુ અને તેમણે તે પૈસાથી ખાતર અને ખેતીનો સામાનનો વેપાર શરૂ કરી દીધો. પરંતુ વીરાણી ભાઇઓની વેપારમાં અનુભવહીનતાનો ફાયદો ઉઠાવી તેમને નકલી સામાન પકડાવી દીધો જેનાથી બધા ભાઇઓના પૈસા ડૂબી ગયા અને વેપાર બંધ થઇ ગયો.

બાલાજી પરિવાર સાથે આશરે પાંચ હજાર 6000 કર્મચારી જોડાયેલા છે. ચંદુભાઈ માટે તેઓ કર્મચારીઓ નથી, પણ પરિવાર સમાન છે. તેમની નીતિ પહેલેથી જ એવી રહી છે કે સ્ટાફના કોઈને પણ ક્યારેય માગવા આવવું જ ન પડે એટલું તેમને આપી દે છે. તેઓ માને છે કે કર્મચારીએ માગવા આવવું પડે એ આપણી ઉણપ છે. કર્મચારીઓને તેઓ કમાઉ દીકરા માને છે.

બાલાજી વેફર્સ ગ્રૂપ સ્ત્રી સશક્તિકરણની એક મિસાલ છે. કંપનીના સ્ટાફમાં 70 ટકા મહિલાઓ છે. ચંદુભાઈ વિરાણી કહે છે કે, પુરુષની સરખામણીએ મહિલામાં એકાગ્રતા વધારે હોય છે. તેમજ આપણી સંસ્કૃતિમાં તો મહિલાને રસોઈની રાણી કહેવાય છે. તેથી અમારે ત્યાં મહિલાઓને મોટી સંખ્યામાં કામ આપવામાં આવે છે.

1982થી ઘરે જ વેફર બનાવવાની શરૂઆત કરી હતી. પહેલા લોકો ખાસ આવી રીતે વેફર ખાતા ન હતા અને વિચારતા કે આ ક્યારે બનેલી હોય. રાજકોટમાં એ સમયે ગોરધનદાસ તાવડો રાખીને વેફર વેચતા હતા. ધીમે ધીમે અમારું વેચાણ વધ્યું તો આસપાસની દુકાનોમાં સપ્લાઇ શરૂ કરી અને પછી આખા શહેરમાં વેચાવા લાગી.

વેચાણ વધતાં લાગ્યું કે હવે ઘરેથી પહોંચી શકાશે નહિ, એટલે 1989માં આજી GIDCમાં જગ્યા રાખી અને બેંક લોન લઈને પ્રોડક્શન શરૂ કર્યું. તેમના ભાઈ કનુભાઈને ટેક્નિકલ સમજ હતી એટલે 1992માં ઓટોમેટિક પ્લાન્ટ બનાવ્યો અને આજે હવે સમય પ્રમાણે તેમના અને તેમના ભાઈઓનાં સંતાનો નવી નવી ટેકનોલોજી અને માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી અને બિઝનેસને આગળ વધારી રહ્યા છે.

હાલમાં Hurun India Rich list 2020એ ધનિકોની બહાર પાડેલી યાદીમાં બાલાજી વેફર્સના ત્રણેય ભાઈઓનો સમાવેશ કર્યો હતો. જેમાં ચંદુભાઈ વિરાણી 2,800 કરોડ, કાનજીભાઇ વિરાણી 2,800 કરોડ અને ભીખાભાઈ વિરાણી 3,300 કરોડના માલિક છે. ચંદુભાઈએ એક વીડિયો ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમને આ કામની શરૂઆતમાં 1000-2000 રૂપિયા જ મળતા હતા. પરંતુ તેમને હિંમત ના હારી અને કામ ચાલુ રાખ્યું.

ચંદુભાઈએ જણાવ્યું કે ગયા વર્ષે જ તેમનું 3000 કરોડ ઉપરનું ટર્નઓવર થયું. ચંદુભાઈએ જણાવ્યું કે આ વ્યવસાયની અંદર અમને 25 વર્ષ સુધી સફળતા નથી મળી તે છતાં પણ અમે પાગલની જેમ રખડ્યા નહીં પરંતુ ધીરજ રાખી. જે પણ મળ્યું તેનાથી અમે સંતોષ માન્યો અને આજે ધીરજથી જ આવડું મોટું એમ્પાયર ઉભું કર્યું.

Niraj Patel