VIDEO: અમે બોબી દેઓલને શોધી રહ્યા છીએ, બજરંગ દળે આશ્રમ-3ના સેટ પર કરી તોડફોડ

દિગ્દર્શક પ્રકાશ ઝાના ચહેરા પર બજરંગ દળે શાહી ફેંકી આપી ધમકી, બજરંગ દળે કહ્યું- પ્રકાશ ઝામાં ચર્ચો અને મસ્જીદ પર ફિલ્મ બનાવવાની હિંમત છે?

રવિવારે ભોપાલમાં ફિલ્મ દિગ્દર્શક પ્રકાશ ઝાની વેબ સિરીઝ આશ્રમ -3 ના શૂટિંગ દરમિયાન બજરંગ દળના કાર્યકર્તાઓએ ત્યાં પ્રવેશ કર્યો અને પ્રકાશ ઝા સાથે ગેરવર્તન કર્યું અને તેના ચહેરા પર શાહી ફેંકી. પોલીસે આ માહિતી આપી હતી. પ્રત્યક્ષદર્શીઓએ આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેપ્ચર કર્યો હતો, જેમાં જોઈ શકાય છે કે બજરંગ દળના સભ્યો ક્રૂ મેમ્બરોનો પીછો કરે છે અને તેમાંથી એક તેને ખરાબ રીતે મારતો જોવા મળે છે.

બજરંગ દળના સભ્યોનું કહેવું છે કે પ્રકાશ ઝા અભિનીત બોબી દેઓલની વેબ સિરીઝ ‘આશ્રમ’ હિન્દુત્વનું અપમાન છે અને જ્યારે તેનું નામ બદલવામાં નહીં આવે તો અમે લોકો તેને ટેલિકાસ્ટ થવા દેશુ નહીં. બજરંગ દળના એક નેતાએ જણાવ્યું હતું કે પ્રકાશ ઝાએ આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવી નથી અને સીરિઝનું નામ બદલવાની ખાતરી પણ આપી છે.

બજરંગ દળના સભ્યોના ટોળાએ રવિવારે સાંજે શૂટિંગ સેટ પર હુમલો કર્યો હતો. તેઓ ‘પ્રકાશ ઝા મુર્દાબાદ’, ‘બોબી દેઓલ મુર્દાબાદ’ અને ‘જય શ્રી રામ’ના નારા લગાવી રહ્યા હતા.

બજરંગ દળના નેતા સુશીલ સુડેલે કહ્યું કે, તેઓએ આશ્રમ -1, આશ્રમ -2 બનાવી અને હવે આશ્રમ -3 નું શૂટિંગ કરી રહ્યા હતા. પ્રકાશ ઝાએ આશ્રમમાં બતાવ્યું કે ગુરુ મહિલાઓનું શોષણ કરે છે. શું તેની પાસે ચર્ચ અને મદરેસાઓ પર આવી ફિલ્મ બનાવવાની હિંમત છે? તેઓ પોતાની જાતને શું સમજે છે?

સાથે જ કહ્યું, “બજરંગ દળ તેમને પડકાર ફેંકે છે, અમે તેમને આ ફિલ્મ બનાવવા નહીં દઈએ. અત્યાર સુધી અમે ફક્ત તેમના ચહેરા પર શાહી ફેંકી છે. અમે બોબી દેઓલને શોધી રહ્યા છીએ. તેણે તેના ભાઈ સની દેઓલ પાસેથી કંઈક શીખવું જોઈએ. તેણે કેવી દેશભક્તિની ફિલ્મો બનાવી છે.


સાથે જ ડીઆઈજી ઈર્શાદ વલીએ આ મામલે વહેલી કાર્યવાહી કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, ‘જેમણે હંગામો અને તોડફોડ કરી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને આજે તેમની ધરપકડ પણ કરવામાં આવશે. અસામાજિક તત્વો દ્વારા કેટલાક વાહનોમાં તોડફોડ કરી હંગામો મચાવ્યો હતો. આજ સુધી અમને કોઈ ફરિયાદ મળી નથી. પરંતુ અમારા દ્વારા આવા તોફાનીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. વેબ સિરીઝ ‘આશ્રમ’ના ક્રૂ મેમ્બર સાથે વાત કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે. એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે આ પ્રકારની ઘટના ફરી ન બને.

YC