“તારક મહેતા”ની દેશી બાવરી અસલ જીવનમાં લાગે છે આવી, ફિટનેસ અને સ્ટાઇલ જોઇ થઇ જશો દીવાના

તારક મહેતાના બાઘાની ગર્લફ્રેન્ડ બાવરીનું નહિ જોયુ હોય કયારેય આવુ રૂપ, સ્ટાઇલ મામલે બોલીવુડની હીરોઇનો ફિક્કી લાગે છે

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે.

તારક મહેતાની ઘણી લાંબી સ્ટારકાસ્ટ છે. તેમાંથી જ એક છે બાઘાની ગર્લફ્રેન્ડ બાવરી એટલે કે મોનિકા ભદોરિયા. મોનિકા હવે શોનો ભાગ નથી, પરંતુ આજે તેની રિયલ લાઇફ સાથે જોડાયેલ કેટલીક દિલચસ્પ વાતો અમે તમને જણાવીશુ.

મોનિકા ભદોરિયા છેલ્લા કેટલાક વર્ષોથી બાઘાની ગર્લફ્રેન્ડ બાવરીનું પાત્ર નિભાવી રહી હતી અને તેના આ પાત્રને લોકો દ્વારા પણ પસંદ કરવામાં આવ્યુ હતુ. મોનિકા હાલ તો હવે આ શોનો ભાગ નથી. તે શોમાં એક એવી છોકરી બતાવવામાં આવી હતી કે જે વારંવાર ભૂલ કરતી હતી અને જેઠાલાલ તેનાથી વારંવાર નારાજ થતા હતા.

શોમાં મોનિકાએ 6 વર્ષ કામ કર્યુ હતુ. 6 વર્ષ બાદ તેણે કોઇ પર્સનલ કારણોને લીધે શોને છોડવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ચાહકો ઘણા દુખી થયા હતા. ચાહકો આજે પણ બાવરી એટલે કે મોનિકા ભદોરિયાને મિસ કરે છે.

ઉલ્લેખનીય છે કે, સ્પોટબોય અનુસાર, મોનિકા તેની ફિસથી ખુશ ન હતી. તે મેકર્સથી હાઇકની માંગ કરી રહી હતી. લાંબી વાતચીત બાદ જયારે તેણે શો છોડી દીધો ત્યારે આ વાતને અભિનેત્રીએ કંફર્મ કરી હતી.

મોનિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની ખૂબસુરત અને સ્ટાઇલિશ તસવીરો શેર કરતી રહે છે. અસલ જીવનમાં મોનિકા જરા પણ બાવરી જેવી નથી. પરંતુ તે ઘણી કૂલ અને ફન લવિંગ છે.

મોનિકા તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. તે રોજ જીમમાં જઇ પરસેવો પાડે છે અને મુશ્કેલ એક્સરસાઇઝ પણ ઘણી આરામથી કરી લે છે. તમને જણાવી દઇએ કે, મોનિકા મધ્યપ્રદેશની રહેવાસી છે. તે મિસ એમપી રહી ચૂકી છે. તે બાદ તેણે મોડલિંગને તેનુ કરિયર પસંદ કર્યુ. વર્ષ 2010માં તેણે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની તરફથી રૂખ કર્યુ, તેણે ઘણી જાહેરાતોમાં કામ કર્યુ.

વર્ષ 2011માં તેણે ધારાવાહિક ‘યે રિશ્તા કયા કહેલાતા હે’થી ડેબ્યુ કર્યુ હતુ. તેણે શોમાં એક નાનો રોલ પ્લે કર્યો હતો. તે બાદ તે ‘ઇસ પ્યાર કો કયાં નામ દૂ’ અને ‘સજદા તેરે પ્યાર મેં’ જેવા ધારાવાહિકમાં જોવા મળી હતી. વર્ષ 2013માં તેણે ‘તારક મહેતા’ શોમાં બાવરીના રોલથી એન્ટ્રી કરી. મોનિકાનો શોનો ડાયલોગ ‘હાય હાય ગલતી સે મિસ્ટેક હો ગઇ’ ઘણો ફેમસ થઇ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, મોનિકા ભદૌરિયા અભિનેતા અજય દેવગનની “સિંઘમ રિટર્ન્સ”માં જોવા મળી હતી. તે થિયેટર્સના પ્લેનો પણ ભાગ રહી ચૂકી છે. ખબર અનુસાર, મોનિકા કારની ઘણી શોખીન છે. તેની પાસે પોતાની ઓડી કાર છે.

મોનિકા એક્ટર હોવાની સાથે સાથે સારી પેઇન્ટર પણ છે. તે સોશિલ મીડિયા પર તેની પેંટિંગ્સ ચાહકોને બતાવે છે. છેલ્લા દિવસોમાં જ તેણે ગૌતમ બુદ્ધની પેંટિંગ બનાવી હતી. જેની કેટલીક તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

 

Shah Jina