ટ્રેનમાં પડી હતી લાવારિસ લાલ રંગની બેગ, ખોલીને જોયું તો નીકળ્યા આટલા કરોડ રૂપિયા

મોટાભાગે રેલવે અને બસ સ્ટેશન જેવી જાહેર જગ્યાઓ ઉપર આપણને એક સૂચના આપવામાં આવે છે કે કોઈ લાવારિસ વસ્તુને હાથ ના લગાવવો, તેની જાણકારી પોલીસને આપી દેવી જોઈએ.  પરંતુ આ દરમિયાન એક એવી ઘટના સામે આવી છે જે જાણીને તમે પણ ચોંકી ઉઠશો.

દિલ્હીથી બિહાર જઈ રહેલી સ્વતંત્રતા સેનાની સ્પેશિયલ ટ્રેનની અંદરથી અધિકારીઓને એક લાલ રંગની લાવારિસ બેગ હાથમાં લાગી, અને બેગ ખોલીને જોયું ત્યારે તેમની આંખો પણ પહોળી રહી ગઈ હતી.

આ બેગમાંથી અધિકારીઓને 1.4 કરોડ રૂપિયા મળ્યા હતા. ઇન્ડિયા ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે આ ઘટના સોમવારના રોજ બની હતી. ટ્રેન જયારે કાનપુર પહોંચી ત્યારે પેન્ટ્રીના સ્ટાફ દ્વારા મામલાની સૂચના જીઆરપીને આપવામાં આવી.

ખબરો પ્રમાણે જયારે બેગ ખોલવામાં આવી ત્યારે તે નોટોથી ભરેલી હતી.  જ્યાં સુધી નોટોની ગણતરી ચાલી ત્યાં સુધી તેને ગુપ્ત રાખવામાં આવી હતી. મંગળવારની રાત્રે નોટોની ગણતરીનું કામ પૂર્ણ કરવામાં આવ્યું. ત્યારબાદ ઇન્કમટેક્સ અધિકારીઓને તેની સૂચના આપી દેવામાં આવી.

રેલવેના એક વરિષ્ઠ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે હજુ સુધી આ બેગ કોની છે તેના વિશે કોઈ જણકારી મળી નથી, ના આ બેગ ઉપર કોઈએ પોતાનો દાવો કર્યો છે. અધિકરીઓએ કહ્યું કે ટ્રેનને આગળની યાત્રા માટે મોકલી દેવામાં આવી છે. પરંતુ રૂટના કોઈ સ્ટેશન ઉપર બેગ ગાયબ થવાનો કોઈ રિપોર્ટ નથી લખાવવામાં આવ્યો.

બેગ વિશેની જાણકારી મળવાની સાથે અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા, બેગને પહેલા સ્કેનિંગ કરવામાં આવી ત્યારબાદ બેગને કબ્જામાં લેવામાં આવી હતી. આટલી મોટી સંખ્યામાં રોકડ રકમ મળી આવવાના કારણે અધિકારીઓ પણ હેરાન છે.

Niraj Patel