બાળકોના મોઢાના ઉપરના ભાગે એક ‘કાણુ’ જોઇ માતા તેને હોસ્પિટલ લઇને ભાગી. પરંતુ જયારે નર્સએ જણાવ્યુ કે તે કોઇ કાણુ નહિ પરંતુ સ્ટીકર છે તો માતા શર્મથી પાની પાની થઇ ગઇ.

ઇંગ્લેન્ડના Essexની રહેવાસી 24 વર્ષિય માતા Becky Stiles એ પોતાના 10 મહિનાના દીકરા Harvey નું ડાયપર બદલી રહી હતી. ત્યારે તેની નજર મોઢાના ઉપરના ભાગે રહેલા એક કાણુ પર પડી , જે બાદ તે ગભરાઇ ગઇ અને કાંપવા લાગી.

Beckyએ જણાવ્યુ કે, મેં જયારે તેને અડવાની કોશિશ કરી તો બાળક ચીસો પાડવા લાગ્યુ. માતા-પિતા બંનેએ મોઢામાં ટોર્ચ લઇને જોયુ પરંતુ તેઓ સમજી ના શક્યા કે આખરે તે શુ છે ?

જયારે કંઇ સમજ ના આવ્યુ તો માતા તેના દીકરાને લઇને હોસ્પિટલ ચાલી ગઇ, જયાં એક નર્સે ચેકઅપ બાદ જણાવ્યુ કે તે એક સ્ટિકર છે. જયારે નર્સે જણાવ્યુ કે તે કોઇ કાણુ નહિ સ્ટિકર છે તો માતા પોતાની લાપરવાહી પર શર્મથી પાણી પાણી થઇ ગઇ. નર્સે તેની એક આંગળી બાળકના મોંમા નાખી અને સ્ટિકરને બહાર નીકાળ્યુ.