માદા ગેંડાએ આપ્યો બચ્ચાને જન્મ, આવો દુર્લભ નજારો આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય, IFS અધિકારીએ શેર કરેલો વીડિયો વાયરલ થઇ ગયો

ગેંડાના બચ્ચાને જન્મ લેતા આજ પહેલા તમે પણ ક્યારેય નહિ જોયું હોય, વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો… જુઓ

મા બનવું દરેક સ્ત્રી માટે એક ખુશીની પળ હોય છે, માણસોની જેમ પ્રાણીઓમાં પણ માદા પ્રાણી જયારે માતા બને છે ત્યારે તે પણ ખુબ જ ખુશ હોય છે, આપણે ઘણા પ્રાણીઓના પ્રસુતિના વીડિયો પણ જોયા હશે પરંતુ બહુ ઓછા લોકો હશે જેમના ગેંડાને બચ્ચાને જન્મ આપતી ઘટના નિહાળી હશે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે ભારતીય વન સેવા અધિકારી સુધા રમને. જેને આજ પહેલા કયારેય કોઈએ નહિ જોયો હોય. આ વીડિયોને સૌથી પહેલા ટ્વીટર હેન્ડલ વાઇલ્ડફ્રેન્ડ્સ આફ્રિકા દ્વારા શેર કરવામાં આવ્યો હતો. ગેંડાના બચ્ચાના જન્મની અદ્ભુત ક્ષણને એક ફોટોગ્રાફરે કેદ કરી અને ઓનલાઈન શેર કરી.

વન અધિકારીએ ટ્વિટર પર લખ્યું કે ગેંડાને તેના બાળકને જન્મ આપતો જોવો દુર્લભ છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું, “આવી કિંમતી ક્ષણો જોવી દુર્લભ છે. એક નવું જીવન, માદા ગેંડા 16 થી 18 મહિનાની ગર્ભાવસ્થા પછી માતા બને છે. તેના અસ્તિત્વના માટે ઘણા ખતરાઓએ ગંભીર રૂપથી લુપ્તપ્રાય પ્રજાતીયોની આબાદીના રૂપમાં બનાવી દીધી છે જેને ઉચ્ચતમ સુરક્ષા અને સંરક્ષણની જરૂર છે.

આ દુર્લભ દૃશ્યે ઇન્ટરનેટ પર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘આવા અદ્ભુત નજારો જોવો ખરેખર દુર્લભ છે. અન્ય એક યુઝરે લખ્યું, “ખરેખર એક સુંદર ક્ષણ. હું આશા રાખું છું કે માતા અને વાછરડું લાંબુ અને શાંતિપૂર્ણ જીવન જીવે.” આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી પણ વધારે લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel