પપ્પાની પાસે આવીને નાની દીકરીએ કહ્યું, ‘મારે લગ્ન કરવા છે’, પપ્પાએ પાડી ના તો કરવા લાગી એવું કે વીડિયો જોઈને તમે પણ ખુશ થઇ જશો

આપણે જોયું છે કે બાળકો ખુબ જ જિદ્દી હોય છે, તે પોતાની જીદ પુરી કરવા માટે કંઈપણ કરી શકે છે અને જો કોઈ વસ્તુ તેને ગમી ગઈ તો લેવા માટે એટલા ધમ-પછાડા કરશે કે કોઈપણ હેરાન થઇ જાય. બાળકોની આવી ક્યુટનેસના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. હાલ એક એવી જ બાળકીનો ક્યૂટ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે લગ્ન માટે જીદ કરતી જોવા મળી રહી છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક નાની બાળકી તેના પિતા પાસે આવે છે અને જીદ કરવા લાગે છે કે મારે લગ્ન કરવા છે. જયારે તેના પપ્પા તેને ના કહે છે તો તે વધારે જોર જોરથી રડવા લાગી જાય છે.

બાળકી જ્યારે તેના પિતાને કહે છે કે “મારે લગ્ન કરવા છે.” ત્યારે તેના પિતા સાંભળીને હેરાન રહી જાય છે અને તેને કહે છે કે “હમણાં લગ્ન ના કરીશ.” ત્યારબાદ બાળકી જોર જોરથી રડે છે અને છતાં પણ તે માનતી નથી અને તેના પિતા એમ પણ કહે છે કે “લગ્નમાં ઘણા બધા પ્રોબ્લમ છે” પરંતુ તે બાળકી તો પોતાની જીદ ઉપર અડગ થઇ ગઈ છે અને છેલ્લે તેના પિતા તેને એની મમ્મી પાસે જવાનું કહે છે.

ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવેલો આ વીડિયો બધાને ખુબ જ પસંદ આવી રહ્યો છે, આ બાળકીની ક્યુટનેસના અને તેની માસુમતાના લોકો ચાહકો બની રહ્યા છે, તમે પણ જુઓ વાયરલ થઇ રહેલો આ વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by P.Rajpurohit (@pareshrajpurohit01)

Niraj Patel