ખબર

મહિલાએ આપ્યો એવા બાળકને જન્મ કે ડોક્ટર અને નર્સ પણ રહી ગયા હેરાન, લેવા લાગ્યા સેલ્ફી, જુઓ તસવીરો

મહિલાની કુંખે જન્મ લીધો ભુરીયા બાળકે, જોઈને ડોક્ટર અને નર્સ પણ હેરાન, તસવીરો લેવા લોકો ઉમટી પડ્યા, જુઓ

દરેક સ્ત્રી માટે માતા બનવાનું સૌભાગ્ય ઘણી જ ખુશી આપે છે. પરંતુ ઘણીવાર એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે  ડોક્ટર પણ હેરાન રહી જતા હોય છે. આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક મહિલાએ એક વિદેશી બાળકને જન્મ આપ્યો છે.

આ ઘટના બની છે ભાગલપુરમાં. જ્યાં આવેલા જવાહરલાલ નહેરુ ચિકિત્સા મહાવિદ્યાલય હોસ્પિટલમાં એક મહિલાએ એવા બાળકને જન્મ આપ્યો છે જેના વાળ એકદમ સફેદ છે. એટલું જ નહિ તેના ખભા પણ સફેદ છે. સાથે જ શરીરનો રંગ પણ દૂધ જેવો ગોરો છે. આ બાળકને જોવા માટે હોસ્પિટલમાં મહિલાના સ્વજનોની ભીડ પણ એકથી થઇ ગઈ છે.

એટલું જ નહિ, હોસ્પિટલની નર્સ માટે પણ આ બાળક એક અજુબો છે. તે પણ બાળક સાથે સેલ્ફી લઇ રહી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર આવા બાળક હજારોમાં એક પેદા થાય છે. પરંતુ જેએલએનએમસીએચમાં આવા પહેલા બાળકે જન્મ લીધો છે, જેના વાળ સફેદ છે. આ બાળકની માતાનું નામ પ્રેમિલા દેવી છે. અને તેના પિતાનું નામ રાકેશ યાદવ છે.

પ્રેમિલાને પ્રસવ વેદના થવા ઉપર 6 સપ્ટેમ્બરના રોજ મુંગેર સદર હોસ્પિટલમાં ભરતી.  તેને ત્યાંથી જવાહરલાલ નહેરુ ચિકિત્સા મહાવિદ્યાલયમાં રેફર કરી દેવામાં આવી. આબ્સ એન્ડ ગાયની વિભાગમાં રાત્રે લગભગ 12 વાગે સિઝેરિયન દ્વારા બાળકનો જન્મ થયો હતો. ડોકટરના જણાવ્યા અનુસાર મહિલાના શરીરમાં હિમોગ્લોબીનની માત્રા 6 ગ્રામ જ હતી અને દુઃખાવો પણ ખુબ જ થઇ રહ્યો હતો. જેના કારણે જુનિયર મહિલા ડોક્ટર દ્વારા સિઝેરિયન કરવામાં આવ્યું.

તો આ બાબતે બાળરોગ વિશેષજ્ઞ ડો. મનોજ કુમારે જણાવ્યું કે એલ્બિનોની ઉણપના કારણે આમ થઇ શકે છે. તેને એક્રોમિય, એક્રોમેસીયા કે પછી એક્રોમેટોસિસ પણ કહેવામાં આવે છે. મેલેનીનના ઉત્પાદન કરવા વાળા ઈંજાઈમનો અભાવ હોય છે. જેના પરિણામ સ્વરૂપે ત્વચા, વાળ અને આંખોનો રંગ સફેદ થઇ જાય છે. આવા બાળકો તડકો સહન નથી કરી શકતા. વધારે તાપમાં રહેવાના કારણે તેમના શરીરમાં બળતરા થાય છે. તેમને સ્કિન કેન્સર થવાની પણ સંભાવના રહે છે.