દીવમાં પોલિસનું જોવા મળ્યુ રૌદ્ર સ્વરૂપ: પુરુષ પોલીસે ગુજરાતી પર્યટકો અને મહિલાઓને ઢસડી-ઢસડીને માર્યા, જુઓ વીડિયો

ગુજરાતમાંથી ઘણીવાર પોલિસના અનેક વીડિયો સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે પોલિસના સારા કામોના વીડિયો વાયરલ થાય છે તો ઘણીવાર પોલિસના રૌદ્ર રૂપના પણ વીડિયો સામે આવે છે. હાલમાં પણ એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં પોલિસનો એક અલગ જ ચહેરો જોવા મળી રહ્યો છે. દીવમાં ટ્રાફિક પોલિસ અને પર્યટકો વચ્ચેનો મારામારીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ટ્રાફિક પોલિસ દ્વારા ગુજરાતની ઇકો કારને રોકવામાં આવી હતી, જેમાં 11 લોકો સામેલ હતા. પોલિસે ડ્રાઇવર ડ્રિન્ક કરી કાર ચલાવી હોવાને લઇને મેમો આપ્યો અને આ કારણે પોલિસ અને પર્યટકો વચ્ચે બબાલ થઇ હતી. પર્યટકોએ આ મામલને લઇને પોલિસ સાથે માથાકૂટ કરી હતી. આ દરમિયાન પર્યટકો દ્વારા મેમો બુક ફાડી નાખવામાં આવી હતી અને આને લઇને પોલિસે ટુરિસ્ટને ઢસડીને માર માર્યો હતો. એક ટુરિસ્ટે મહિલા પોલિસ પર હાથ ઉપાડતા મામલો વધુ ગરમાયો હતો.

આ મારામારીનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પોલિસ ટુરિસ્ટને માર મારતા જોવા મળે છે. હાલ તો આ બધાને પોલિસ સ્ટેશન લઇ જવામાં આવ્યા છે. આ ઘટના દીવ બસ સ્ટેશન નજીક સર્કલ પાસેની હોય તેમ લાગી રહ્યું છે. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, દીવ બસ સ્ટેશન પાસે દીવ પોલીસની ટુરિસ્ટ મહિલા અને પુરુષો સાથે મેમો બાબતે બોલાચાલી થઇ અને તેને લઇને બંને વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી.

ગુજરાતના અમરેલીના ટુરિસ્ટોની ઇકો ગાડીને પોલિસે રોકી હતી અને ડ્રાઇવર ડ્રિન્ક કરી કાર ચલાવતો હોવાને લઇને લેવામાં પોલિસે મેમો આપ્યો હતો. જો કે પોલિસની મેમો બુકને ટુરિસ્ટે ફાડી હતી. એક વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, પોલીસ કેવી રીતે પ્રવાસીઓને લાફા અને લાતો મારતી જોવા મળી રહી છે.

Shah Jina