B.Tech પાણીપુરી વાળીએ ખરીદી થાર, છોકરીની મહેનત જોઇ આનંદ મહિન્દ્રા પણ બની ગયા ફેન

નવી થારથી પાણીપુરીની લારી લઇ જતી જોવા મળી બીટેક પાણીપુરી વાળી, વીડિયો જોઇ આનંદ મહિન્દ્રા પણ બોલ્યા- અમારી કાર લોકોને…

બીટેક પાણીપુરી વાળીએ થારમાં બાંધી લારી, આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો, જુઓ શું કહ્યુ

આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે ના માત્ર પોતાની વાતો શેર કરે છે પરંતુ મહેનતી લોકો, સ્ટાર્ટઅપ્સ અને અનોખી પ્રતિભાઓને પણ પોતાની પોસ્ટથી બધા સુધી પહોંચાડે છે. હાલમાં જ તેમણે એક છોકરીનો વીડિયો શેર કર્યો, જે પોતાની પાણીપુરીની લારીને મહિન્દ્રા થારથી ખેંચી રસ્તા પર ફેરી લગાવતી જોવા મળે છે.

B.Tech પાણીપુરી વાળીએ ખરીદી થાર

આ જોઇને આનંદ મહિન્દ્રા ઘણા પ્રભાવિત થયા અને તેમણે તરત જ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી દીધો અને છોકરીના જૂનુન તેમજ મહેનતની સરાહના કરી. નવી દિલ્લીની રહેવાસી યુવા સ્ટ્રીટ ફૂડ વેંડર તાપસી ઉપાધ્યાયના એક વીડિયો બ્લોગને આનંદ મહિન્દ્રાએ શેર કર્યો છે. મહિન્દ્રા થારને જોઇ તે ઘણા ઇમ્પ્રેસ થઇ ગયા. તેમણે ટ્વિટર પર વીડિયો શેર કરી લખ્યુ- તે પોતાના સપના પૂરા કરવા માટે ઓફ-રોડ વાહનોનો યુઝ કરે છે.

આનંદ મહિન્દ્રા પણ બની ગયા છોકરીની મહેનત જોઇ ફેન

આનંદ મહિન્દ્રાએ લખ્યુ- ‘ઓફ-રોડ ગાડીઓ નવી રાહ ખોલે છે, જ્યાં લોકો પહેલા નહોતા જઇ શકતા. તે મુશ્કેલમાં મુશ્કેલ જગ્યા સુધી પહોંચવાનો સાહસ આપે છે અને ખાસ અમે ઇચ્છીશું કે અમારી ગાડીઓ લોકોને ઉફર ઉઠવામાં અને પોતાના સપના જીવવામાં મદદ કરે. બસ આ માટે મને આ વીડિયો જબરદસ્ત લાગ્યો.’ જણાવી દઇએ કે, ઉત્તરપ્રદેશના મેરઠની રહેવાસી તાપસી ઉપાધ્યાય ઘણા સમયથી લારી લગાવી રહી છે. પોતાના બિઝનેસ માટે તે સોશિયલ મીડિયા પર સનસની બની ગઇ છે.

પૂરા ભારતમાં 40થી વધારે સ્ટોલ

બી ટેક પાણીપુરી વાળી બ્રાંડ નામ અંતર્ગત કામ કરતા તેણે એક સ્ટ્રીટ ફૂડ વેંડરના રૂપમાં પોતાની યાત્રા શરૂ કરી. તાપસીએ એક સિંપલ ઠેલા પર પાણીપુરી વેચી. તેની કહાની લાખો લોકોના દિલને સ્પર્શી ગઇ. તેને અટેંશન ત્યારે મળી જ્યારે તેણે સ્કૂટરથી પોતાની ગાડી ખેંચવાથી લઇ બુલેટ મોટરસાઇકલ અને અંતમાં મહિન્દ્રા થાર સુધીની સફર કરી. આ ઘણા બધા લોકોને પ્રેરિત કરે છે. તાપસી લગભગ 22 વર્ષની છે, તેની પાણીપુરીનો સ્ટોલ પહેલા તિલક નગરમાં લાગતો. જો કે, હવે તેનો દાવો છે કે પૂરા ભારતમાં તેના 40થી વધારે સ્ટોલ છે.

Shah Jina