રામલલાના દર્શનનો સમય 1 કલાક વધ્યો, જુઓ પૂરુ શેડ્યુલ
અયોધ્યામાં ભક્તોની ઉમટી રહી છે ભીડ, રામલલાના દર્શન અને આરતીનો સમય જારી- વાંચો ટાઇમિંગ
અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી ભક્તોનું પૂર ઉમટી પડ્યુ છે. બધા જ રામલલાની ઝલક જોવા માટે આતુર છે. ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ મંદિરમાં ભગવાન રામની આરતી અને દર્શનના સમય વિશે માહિતી આપવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટે સમય યાદી બહાર પાડી છે. જેમાં શ્રૃંગાર આરતીથી લઈને શયન આરતી સુધીની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જણાવી દઇએ કે, શ્રદ્ધાળુઓના દર્શનનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે.
શ્રી રામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાનું નવું ટાઇમટેબલ:
મંગળા આરતી : સવારે 4.30 કલાકે
શ્રૃંગાર આરતી (ઉત્થાન આરતી): સવારે 6.30am
ભક્તોને દર્શનઃ સવારે 7 વાગ્યાથી
ભોગ આરતી : બપોરે 12 વાગે
સાંજની આરતી: સાંજે 7.30 કલાકે
રાત્રિ ભોગ આરતી : રાત્રે 9 કલાકે
શયન આરતી: રાત્રે 10 કલાકે
ઉલ્લેખનીય છે કે, રામલલાના અભિષેક બાદ અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. ભગવાન રામના દર્શન માટે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ઉદ્ઘાટન બાદ પહેલા જ દિવસે રામ મંદિરમાં ભક્તોનું પૂર આવ્યુ હતું. ભીડ એટલી વધી ગઈ હતી કે મંદિર મેનેજમેન્ટને સંભાળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે ભીડ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંતો અને ભક્તો માટે રામલલાના સરળ અને સુવિધાજનક દર્શન માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
राम भक्तों की भारी भीड़ को देखते हुए @ShriRamTeerth ने भगवान की आरती और दर्शन की निम्नांकित समय सारिणी जारी की है:
मंगला आरती : 4.30am
श्रृंगार आरती(उत्थान आरती) : 6.30am
भक्तों को दर्शन : 7am से
भोग आरती : 12 o’clock
संध्या आरती : 7.30pm
नौ बजे रात्रि भोग आरती: 9pm
शयन आरती :…— विनोद बंसल Vinod Bansal (@vinod_bansal) January 26, 2024