વિદેશની નોકરીને લાત મારીને ગામમાં આ ધંધો ચાલુ કર્યો, મહિને કરે છે લાખો રૂપિયાની કમાણી
આજે મોટા ભાગના લોકો વિદેશમાં સારી નોકરી મેળવવાનો પ્રયાસ કરે છે, અને આ એટલા માટે કે ઘણા લોકોનું માનવું છે કે વિદેશમાં સારો પગાર મળે છે. પરંતુ ઘણા લોકો એવા છે, જેમેણે વિદેશની નોકરીઓ છોડી દીધી અને પોતાના ગામમાં કોઇ બિઝનેસની શરૂઆત કરી.
આજે અમે તમને એવા જ એક વ્યક્તિ વિશે જણાવીશું જેમણે વિદેશની નોકરી છોડી અને પોતાના ગામમાં ગોળ બનાવવાનું શરૂ કર્યું અને આજે તે આ જ ધંધાથી કરે છે લાખોની કમાણી.. આ વ્યક્તિ છે પઠાનકોટના ગામ ગોસાઈપુરનો રહેવાસી સરદાર અવતાર સિંહ.
અવતાર સિંહ મલેશિયામાં નોકરી કરતા હતા. તે 8 વર્ષથી ત્યાં હતા. પરંતુ ત્યાં તેમનું મન ન લાગ્યુ નહિ અને તેઓ ગામમાં પાછા આવી ગયા. ગામમાં પાછા આવ્યા બાદ તેમણે ગોળનો વ્યવસાય કરવાની શરૂઆત કરી અને આજે તેમના ગોળને લોકો ખુબ જ પસંદ પણ કરે છે. તેમનો ગોળ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે.
તમને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા અવતારસિંહ વિદેશમાં નોકરી કરતા હતા, પરંતુ હાલ તે પોતાના ગામની અંદર ગોળનો વેપાર કરી રહ્યો છે. તે શેરડી પોતાના જ ખેતરમાં ઉગાવે છે અને તેમાંથી ગોળ બનાવે છે. તેમનો બનાવેલો ગોળ પણ બહુ જ જલ્દી વેચાઈ જાય છે. તેના ગોળને પણ લોકો ખુબ જ પસંદ કરે છે.
આજે તે પ્રતિદિવસ ડોઢથી બે ક્વિન્ટલ જેવો ગોળ બનાવે છે અને તે બનતા બનતા તરત વેચાઈ પણ જાય છે. એક સીઝનમાં જ તેમની મહત્તમ આવક 4 લાખ રૂપિયા જેટલી થાય છે. એવું માનવામાં આવે છે કે, પઠાનકોટની જમીન શેરડીની ખેતી માટે ઉપયુક્ત છે. એવામાં અવતાર સિંહે પણ ખેતી કરવાની શરૂ કરી દીધી. તે બાદ તેમણે શેરડીના રસથી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું હતું.