ખબર ખેલ જગત

BREAKING : વધુ એક દિગ્ગજ ક્રિકેટરનું થયું દુઃખદ નિધન, મળ્યું દુનિયાનું સૌથી ભયંકર મૃત્યુ

આજે સવાર સવારમાં ક્રિકેટ જગત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. 46 વર્ષીય દિગ્ગજ ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું અવસાન થયું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ ક્રિકેટરનું ગઈકાલે શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેણે બચાવવાના અનેક કોશિશ કરવામાં આવી હતી, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. પોલીસે જણાવ્યું હતું કે રોડ અકસ્માતમાં તેણે ગંભીર ઈજાઓ થઈ હતી.

એન્ડ્રુ સાયમન્ડ્સની ડેથ પછી લાખો ફેન્સમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત ભૂતપૂર્વ ખેલાડી શેન વોર્નનું પણ નિધન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ છે આ અકસ્માત ગઈકાલે રાતે લગભગ 10.30 વાગ્યે ટાઉન્સવિલેથી 50 કિમી દૂર હર્વે રેન્જમાં થયો હતો. શરૂઆતની ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું છે કે ફાસ્ટ ગાડી દોડી રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. જે સમયે અકસ્માત થયો ત્યારે સાયમન્ડ્સ કારમાં એકલો જ હતો અને પોતે જ કાર ડ્રાઈવ કરી રહ્યો હતો.

46 વર્ષીય એન્ડ્ર્યુ સાયમન્ડ્સના મૃત્યુ બાદ તેના લાખો ફેન્સ દુઃખી દુઃખી થઇ ગયા છે. જ્યારે, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે એક ટ્વિટ દ્વારા પોતાનું દુઃખ શેર કર્યું છે. તેણે કહ્યું કે તે ખૂબ જ પીડાદાયક છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગત માટે આ વર્ષ ઘણું દુઃખદ રહ્યું છે. આ જ વર્ષે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ રોડ માર્શ અને શેન વોર્નનું પણ મૃત્યુ થયું હતું. જ્યારે, એન્ડ્ર્યુના મૃત્યુ પછી ચાહકોના હૃદય ભાંગી ગયું છે.

એન્ડ્રુ સાયમન્ડ્સજેમણે 10 નવેમ્બર 1998 ના રોજ ODI ડેબ્યુ કર્યું હતું, તેમણે ઓસ્ટ્રેલિયા માટે 198 ODIમાં 5088 રન બનાવ્યા હતા, જેમાં 5 સદી અને 30 અડધી સદીનો સમાવેશ થાય છે. સાયમન્ડ્સે 8 માર્ચ 2004ના રોજ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું અને 26 મેચમાં 1462 રન બનાવ્યા હતા. સાયમન્ડ્સે ટેસ્ટ ક્રિકેટમાં 2 સદી અને 10 અડધી સદી ફટકારી હતી.

આ ભયાનક અકસ્માતના સમાચાર પછી તે જગ્યાએ પહોંચેલી બચાવકાર્યની ટીમે 46 વર્ષીય સ્ટાર ક્રિકેટરને સાયમન્ડ્સને બચાવવાની ખૂબ કોશિશ કરી પરંતુ ગંભીર ઈજાના કારણે તેમનું નિધન થયું. એન્ડ્રુ સાયમન્ડ્સનું નિધન ઓસી. ક્રિકેટ સહિત સમગ્ર વિશ્વમાં ક્રિકેટપ્રેમીઓ મટે એક દુઃખદ આંચકો છે.