કાકએ ભત્રીજા સાથે ચલાવ્યું ચક્કર, દોઢ વર્ષની દીકરીને તરછોડી ન કરવાનું કરી બેઠા- જાણો સમગ્ર મામલો

5 વર્ષ નાના ભત્રીજી સાથે ચાલી રહ્યુ હતુ કાકીનું અફેર, મરતા પહેલા કહ્યું કે, અમે બંને એક જ…

ગુજરાત સમેત સમગ્ર દેશમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણીવાર પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ કે પછી અન્ય કારણોસર આપઘાતના કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે હાલમાં જે આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે, તે રાજસ્થાનના સીકર જિલ્લામાંથી સામે આવ્યો છે. સીકરના બલારા પોલિસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમ પ્રસંગને કારણે કાકી અને ભત્રીજાએ કુઆમાં કૂદી આત્મહત્યા કરી લીધી. પોલિસે બંનેની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી તેને પરિજનોએ સોંપી હતી.

આ ઘટનાની જાણ ગામમાં થતા જ સનસની ફેલાઇ ગઇ હતી. રાજસ્થાનમાં સંબંધોને શર્મશાર કરનાર આ કોઇ પહેલો મામલો નથી. આ પહેલા પણ આવા મામલા સામે આવી ચૂક્યા છે. પોલિસ આ મામલાની તપાસ કરી રહી છે. દિસનાઉ ગામ નિવાસી સુરેન્દ્ર બલાઇ અને તેની કાકી લક્ષ્મી દેવીની લાશ જુલાઇ 2022માં કુઆમાં પડેલી મળી હતી. જ્યારે ગ્રામીણોને આ ઘટના વિશે જાણ થઇ તો તેમણે સ્થાનિક પોલિસને સૂચના આપી. આ પર પોલિસ ઘટના સ્થળે પહોંચી અને લાશને કુઆમાંથી બહાર નીકાળી.

બલારા થાનાપ્રભારી બાબુલાલ મીણા અનુસાર, ખેતના માલિકે પોલિસને જણાવ્યુ કે, બંને સવારે અહીં આવ્યા હતા અને કુઆમાં કૂદી ગયા. પોલિસની પ્રારંભિક તપાસમાં એ સામા આવ્યુ છે કે કાકી અને ભત્રીજો એક જ ઘરમાં રહેતા હતા. લક્ષ્મી દેવીના લગ્ન લગભગ ત્રણ વર્ષ પહેલા થયા હતા અને તેનો પતિ સાઉદી અરબમાં કામ કરતો હતો. આ લગ્નથી તેની 15 મહિનાની દીકરી પણ છે. તે 7 મહિનાની ગર્ભવતી પણ હતી.

મર્યા પહેલા ફેસબુક પર એક પોસ્ટ પણ અપલોડ કરવામાં આવી હતી. જેમાં લખ્યુ હતુ કે, જઇએ છીએ રામજી પાસે, બંનેને એક જ ચિતા પર બાળજો. ગર્ભવતી લક્ષ્મી દેવીના પોસ્ટમોર્ટમ દરમિયાન ડોક્ટરોએ 7 મહિનાની મૃત બાળકી પણ નીકાળી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા બાડમેર જિલ્લામાં પ્રેમ પ્રસંગને કારણે સાસુ અને જમાઇએ ફાંસી લગાવી આપઘાત કર્યો હતો. બંનેની લાશ ઝાડ પર લટકેલી મળી હતી.

Shah Jina