ખબર

ભયાનક અકસ્માત થયો હતો : કરોડોની ઓડીના ઉડી ગયા પરખચ્ચા, દિગ્ગજ નેતાના દીકરા-વહુ સહિત 7 લોકોની મોત

કરોડોની ઓડી કારના ચીથડાં ઉડી ગયા હતા જુઓ કેવી રીતે થયું એક્સિડન્ટ

રાજય અને દેશભરમાં તો અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યાં તો હાલ રાજસ્થાનના નાગૌરના ભીષણ અકસ્માતની ઘટના સામે આવી હતી અને હવે બેંગલુરુમાં થયેલ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક પૂરપાટ ઝડપે જઇ રહેલી ઓડી કારનો અકસ્માત થઇ ગયો, આ દુર્ઘટનામાં 7 લોકોએ જીવ પણ ગુમવ્યો છે. આ બધા લોકો કારમાં સવાર હતા.

ઓડી કાર વીજળીના થાંભલા સાથે અથડાઇ હતા, જેમાં 6 લોકોની ત્યાંને ત્યાં જ મોત થઇ ગઇ અને એક વ્યક્તિએ હોસ્પિટલ લઇ જતા સમયે દમ તોડી દીધો. આ ઓડી ક્યુ 3 કાર હોસુર ડીએમકે વિધાયક વાઇ પ્રકાશની હતી, જે ભયાનક અકસ્માતનો શિકાર થઇ ગઇ. આ દુર્ઘટનામાં વિધાયકના દીકરા અને બંને વહુઓની મોત થઇ ગઇ છે.

જાણકારી અનુસાર આ અકસ્માત રાત્રે લગભગ 1.45 વાગ્યા આસપાસ થયો હતો. આ અકસ્માત બેંગલુરુ સુટીના કોરામંગલમાં થયો હતો. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, એક ઓડી ક્યુ 3 પૂરપાટ ઝડપે આવી રહી હતી અને કોઇ કારણસર તે અનિયંત્રિત થઇવે વીજળીના થાંભલા સાથે અથડાઇ. આ ઘટનામાં 7 લોકોના મોત થયા છે.

ટક્કર એટલી જોરદાર હતી કે ઓડીના તો પરખચ્ચા ઉડી ગયા હતા. કારમાં જે લોકો સવાર હતા, તે બેંગલુુરુમાં રહેતા હતા. તેમાં ત્રણ મહિલાઓ અને ચાર પુરુષો હતા. બધાની ઉંમર 20-30 વર્ષની હતી. હાલ તો મામલો આડૂગુડી ટ્રાફિક પોલિસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી  છે. આ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે શુ ડ્રાઇવર નશામાં હતો ?

ગઈકાલે અડધી રાત્રે લગભગ બે વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. ઓડીમાં ટોટલ 7લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાં ૪ પુરૂષ અને ૩ મહિલાઓનો સમાવેશ થતો હતો. એક્સીડંટ એટલો જોવામાં ડેન્જર હતો કે 6 લોકોના સ્થળ પર જ મોત થયા હતા અને અન્ય એક વ્યક્તિએ હોસ્પિટલ ખસેડાતી વખતે રસ્તામાં જીવ ગુમાવ્યો હતો.

હાલમાં મોતને ભેટેલા જેટલા લોકોની ઓળખ થઈ છે તેમના પરિવારજનોને સૂચના અપાઈ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ મુજબ બેંગલુરુના કોરામંગલામાં આ દુર્ઘટના મધરાતે 1.45 કલાક આસપાસ બની હતી. ઓડી ક્યૂ3 કાર ફૂલ સ્પીડમાં હતી અને ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

અકસ્માતમાં ઘાયલ એક વ્યક્તિનું સારવારમાં લઈ જતી વખતે રસ્તામાં મોત થયું હતું. દુર્ઘટનામાં ત્રણ મહિલા અને ચાર પુરુષોના મોત થયા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મૃતકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. હાલ અડુગુડી પોલીસે કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. કારણકે રોડ પૂરી રીતે ખાલી હતો. ઓવર સ્પીડમાં ગાડી ચલાવવાના કારણે આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહી છે. આ બધી તસવીરો જોઈને ભલભલાને ડર લાગી ગયો હશે અને અંદાજો લગાવી શકાય કે આ ઘટના કેટલી ભીષણ હશે. કારના ફૂરચા ઉડી ગયા છે.

કારનું બોનટ, અંદરની સ્પેસ અને પૈડા સહિત બધુ ચૂરેચૂરા થઈ ગયું છે. આ ઘટનામાં મૃત્યુ પામેલામાં કરુણા સાગર, બિન્દુ (28), ઈશિતા, (21), ડો.ધનાસુ (21), અજય ગોયલ, ઉત્સવ અને રોહિત (23) સામેલ છે.

કાર ઓડી લક્ઝુરિયસ મોંઘી કાર હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું અને સાથે તેની સ્પીડ પણ સામાન્ય શહેરી સ્પીડ કરતાં ખૂબ વધારે હોવાના લીધે આવું બન્યું હતું પરંતુ ઝડપની આ મજા બીજા સાત લોકો માટે સજા બની હતી અને આ આખી દરધનક ઘટનામાં સાત લોકોનો ભોગ લેવાયો હતો.

કારણ કે રોડ પૂરી રીતે ખાલી હતો ત્યાં કોઇ અન્ય વાહન હતુ નહિ. માનવામાં આવી રહ્યુ છે કે દુર્ઘટના લાપરવાહી, ફૂલ સ્પીડે ગાડી ચલાવવાને કારણે થઇ. ડ્રાઇવર ઘણી સ્પીડ સાથે ગાડી ચલાવી રહ્યો હતો. જેને કારણે તેણે સંતુલન ખોઇ દીધુ.