પાકિસ્તાનમાં હિન્દૂ મંદિર પર રોકેટ લોન્ચરથી કરવામાં આવ્યો હુમલો, હિન્દૂઓ પર ચલાવી આડેધડ ગોળીઓ, 150 વર્ષ જુના મંદિર પર પણ ચલાવ્યું બુલડોઝર, જુઓ

જે વ્યક્તિએ પાકિસ્તાની ભાભી સીમા હૈદરને પાછી બોલાવવાની આપી હતી ધમકી, તેણે જ કર્યો પાકિસ્તાનમાં હિન્દૂ મંદિર પર હુમલો, 30 હિંદુઓને બનાવ્યા બંધક, શું સીમાનો બદલો લઇ રહ્યા છે પાકિસ્તાન વાળા ?

Attacks on Hindus in Pakistan : પાકિસ્તાની સીમા હૈદર જ્યારથી પોતાનો દેશ છોડીને પ્રેમ માટે પોતાના ચાર બાળકોને લઈને ભારત આવી છે, ત્યારથી પાકિસ્તાન તરફથી તેને પરત મોકલવાની સતત ધમકીઓ આવ્યા કરે છે. ત્યારે આ બધા વચ્ચે જ પાકિસ્તાનના દક્ષિણ સિંધ પ્રાંતમાં ડાકુઓની ટોળકીએ રવિવારે (16 જુલાઈ)ના રોજ રોકેટ લોન્ચર વડે હિંદુ મંદિર પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ સિંધ પ્રાંતના કાશમોર વિસ્તારમાં સ્થાનિક હિંદુ સમુદાય દ્વારા બનાવવામાં આવેલા નાના મંદિર અને લઘુમતી હિંદુ સમુદાયના સભ્યોના નજીકના ઘરો પર હુમલો કર્યો હતો.

રોકેટ લોન્ચરથી તોડી નાખ્યું હિન્દૂ મંદિર :

પાકિસ્તાની ડાકુઓએ ધમકી આપી હતી કે જો સીમા હૈદરને પાકિસ્તાન પરત નહીં મોકલવામાં આવે તો તેઓ મંદિરો પર હુમલો કરશે. આ પછી રવિવારે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ડાકુઓએ રોકેટ લોન્ચરથી મંદિર પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ રવિવારે મંદિરમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેના પગલે કાશમોર-કંથકોટના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ઈરફાન સમોની આગેવાની હેઠળની પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

30 હિંદુઓને બનાવ્યા બંધક :

એટલું જ નહિ સિંધ પ્રાંતમાં સંગઠિત ગુનેગાર ટોળકી દ્વારા મહિલાઓ અને બાળકો સહિત લગભગ 30 હિન્દુઓને બંધક બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાનના માનવાધિકાર આયોગ (HRCP)એ આ અંગે માહિતી આપતાં ચિંતા વ્યક્ત કરી છે. માનવ અધિકાર પંચે ટ્વીટ કર્યું, ‘HRCP સિંધના કાશમોર અને ઘોટકી જિલ્લામાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના અહેવાલોથી ચિંતિત છે, જ્યાં મહિલાઓ અને બાળકો સહિત હિંદુ સમુદાયના લગભગ 30 સભ્યોને સંગઠિત અપરાધી ગેંગ દ્વારા કથિત રીતે બંધક બનાવવામાં આવ્યા છે.

કરાંચીમાં પણ 150 વર્ષ જૂનું મંદિર તોડ્યું :

આ ઉપરાંત કરાચીમાં હિન્દુઓનું 150 વર્ષ જૂનું મંદિર રાતના અંધારામાં સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યું હતું. મોટી વાત એ હતી કે આ દરમિયાન પોલીસે મંદિર તોડનારાઓને સુરક્ષા પૂરી પાડી હતી. એવું કહેવાય છે કે જ્યારે મંદિરના પૂજારીઓ સવારે પહોંચ્યા ત્યારે તેમને આ 150 વર્ષ જૂનું પવિત્ર સ્થળ તોડી પડાયેલું જોવા મળ્યું. તેનું નામ મારી માતા મંદિર હતું. આ મંદિર કરાચીના ભીડભાડવાળા સોલ્જર બજાર વિસ્તારમાં હતું.

પોલીસે જ આપી સુરક્ષા :

ડોન મીડિયાએ સ્થાનિકોને ટાંકીને જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાત્રે આ વિસ્તારમાં વીજળી ન હતી ત્યારે ડિમોલિશન થયું હતું. એટલા માટે ઘણા ઉત્ખનન અને ડિમોલિશન મશીનો આ વિસ્તારમાં પહોંચ્યા. તેઓએ બહારની દિવાલો અને મુખ્ય દરવાજો અકબંધ રાખીને અંદરથી સમગ્ર માળખું તોડી નાખ્યું. સ્થાનિક રહેવાસીઓએ અહેવાલ આપ્યો હતો કે બુલડોઝર અને અન્ય સાધનો ચલાવતા લોકોને ‘કવર’ આપવા માટે પોલીસ વાહન પણ ઘટનાસ્થળે હાજર હતું.

Niraj Patel