ત્રણ-ત્રણ બાળકોની મમ્મીએ 10 વર્ષના લગ્નજીવનમાં 5 – 10 નહીં પણ 25 વાર પરપુરુષો સાથે ભાગી ગઈ, પતિએ કર્યું અલગ કારનામુ !

40 વર્ષની મહિલા 10 વર્ષમાં 25 પુરુષો સાથે ભાગી, દરેક વખતે પાછી આવવા ઉપર શોહર કરી લેતો હતો કબૂલ, અને છેલ્લે

આપણા દેશની ડિનર લગ્નને એક પવિત્ર બંધન માનવવામાં આવે છે, જેમાં પ્રેમ, વિશ્વાસ અને લાગણી પણ જોડાયેલા હોય છે. પરંતુ આજના સમયમાં લગ્ન સંબંધોમાં પણ કોઈ ત્રીજા વ્યક્તિનો પ્રવેશ થતો જોવા મળે છે. આ દરમિયાન જ એક કહાની હાલ ખુબ જ ચર્ચામાં ચાલી રહી છે, જેમાં લગ્નના 10 વર્ષમાં એક મહિલા 25 વાર અન્ય પુરુષો સાથે ભાગી ગઈ હતી. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ ઘટના બની છે આસામના નગાવ જિલ્લામાં. જ્યાં એક પરણિત મહિલા છેલ્લા 10 વર્ષની અંદર કથિત રીતે પોતાના ઘરેથી 25 વાર ભાગી ચુકી છે. આ વાત ઉપર કોઈને પણ વિશ્વાસ ના આવી શકે, પરંતુ મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વાત એકદમ સાચી છે. જેમાં આ મહિલાના સસરાએ જ આ વાતનો ખુલાસો એક વેબસાઈટ સાથે કર્યો હતો.

મહિલાના સસરાએ જણાવ્યું હતું કે લગ્નબાદ તે 20-25 વાર અલગ અલગ પુરુષો સાથે ભાગી ગઈ છે. હવે તે પોતાના ઘરે પરત આવી ગઈ છે. પરંતુ તેના ઘરે આવ્યા બાદ તેના પતિએ જે કહ્યું તે દિલ અને દિમાગને પણ ચકરાવી નાખે તેવું છે. પતિએ આત આટલું થવા છતાં પણ તેની પત્નીનો સ્વીકાર કરવા માટે તૈયાર થઇ ગયો છે અને તે જીવનને આગળ વધારવા માંગે છે.

આ મહિલા ત્રણ બાળકોની માતા પણ છે. આ મહિલા જયારે પહેલીવાર તેના ઘરેથી ભાગી ત્યારે તે થોડા જ દિવસોમાં પાછી આવી ગઈ હતી. પરંતુ આવું એક જ વાર ના બન્યું. અવાર નવાર આ મહિલા કોઈ અન્ય પુરુષ સાથે ભાગતી રહી. હમણાં થોડા સમય પહેલા જ તે તેમના વિસ્તારના એક વ્યક્તિ સાથે કથિત રીતે ભાગી ગઈ હતી.

આ મહિલાના લગ્ન વર્ષ 2011માં થયા હતા. લગ્ન બાદ તે કોઈ અન્ય પુરુષ સાથે ભાગતી રહી, અને દર વખતે તે પાછી આવીને વચન આપતી કે હવે ફરીથી આવું નહિ થાય, અને થોડા જ સમયમાં કોઈ અન્ય વ્યક્તિ સાથે ભાગી જતી હતી. આમ કરતા કરતા તે 25 વખત ભાગી ગઈ છે.

આ મહિલાના પતિ મુફીઝુદ્દીને જણાવ્યું કે હું  મારી  પત્નીને  સાચો પ્રેમ કરું છું, અને અમારા ત્રણ બાળકો પણ છે. હું તેને નહિ અપનાવું તો મારા બાળકોનું શું થશે ? તો આસપાસના રહેતા લોકોનું કહેવું છે કે આ મહિલાના ગામના અન્ય વ્યક્તિઓ સાથે પણ અવૈધ સંબંધ છ, અને દર વખતે તે અલગ અલગ વ્યક્તિ સાથે ભાગી જાય છે.

Niraj Patel