સ્કૂલમાં ભણતી નાની બાળકીએ PM મોદીને કરી ફરિયાદ, કહ્યું, “તમે બધાનું સાંભળો છો, હવે મારુ સાંભળો.. કેટલી ગંદી સ્કૂલ છે, નીચે બેસીને ભણાવે છે..”, જુઓ વીડિયો

“નીચે બેસીને અમને ભણાવે છે, અમારું યુનિફોર્મ ખરાબ થાય છે તો મમ્મી ઘરે મારે છે,” ક્યૂટ અંદાજમાં બાળકીએ કરી મોદીજીને ફરિયાદ, વીડિયો થયો વાયરલ

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો પોતાના મનની વાત પણ રાખતા હોય છે. ત્યારે કોઈ અધિકારી કે નેતા સુધી પોતાની સમસ્યા જણાવવા માટે પણ આજે ઘણા લોકો સોશિયલ મીડિયાનો સહારો લેતા હોય છે. ત્યારે હાલ એક બાળકીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે પીએમ મોદીને પોતાની ફરિયાદ કરી રહી છે.

વીડિયોમાં બાળકી પહેલા પીએમ નરેન્દ્ર મોદીને તેમની તબિયત વિશે પૂછે છે અને પછી તેનું નામ જણાવે છે. સિરત કહે છે “પીએમ મોદીજી, મારે તમને એક વાત કહેવી છે. હું અહીં જમ્મુની એક સરકારી શાળામાં અભ્યાસ કરું છું, જેની હાલત ખૂબ જ ખરાબ છે. આ પછી તે કેમેરા ફેરવે છે અને તેની શાળા બતાવે છે. તે કહે છે કે આ પ્રિન્સિપાલ રૂમ અને સ્ટાફ રૂમ સામે છે અને જુઓ આ ફ્લોર કેટલો ગંદો અને ખરાબ છે. અમને અહીં બેસીને ભણાવવામાં આવે છે.

આ પછી, તે કેમેરા સાથે આગળ વધે છે અને કહે છે, ચાલો હું તમને શાળાની મોટી ઇમારત બતાવું. જ્યારે તે કેમેરો ફેરવે છે, ત્યારે દેખાય છે કે શાળામાં બાંધકામ અધૂરું છે. સિરત વધુમાં કહે છે. જુઓ અહીં છેલ્લા 5 વર્ષથી બિલ્ડીંગ કેટલી ગંદી છે, ચાલો હું તમને અંદરથી બતાવું. આ પછી તે એક ગંદો ફ્લોર બતાવે છે અને કહે છે અમે આના પર બેસીને અભ્યાસ કરીએ છીએ.

સીરત નિર્દોષતાથી આગળ કહે છે- હું તમને વિનંતી કરું છું કે અમારી શાળાને સારી બનાવો. અહીંયા બેસવાથી અમારું યુનિફોર્મ ગંદુ થઇ જાય છે અને મા અમને માર મારે છે. અમારી પાસે કોઈ બેન્ચ નથી. આ પછી, તે સીડીઓ પર ચઢે છે અને શાળાનો કોરિડોર બતાવે છે, જે ખૂબ જ ગંદો છે. આ પછી તે શાળાના શૌચાલય તરફ જાય છે અને કહે છે કે જુઓ અમારું શૌચાલય કેટલું ગંદુ છે, અમારે અહીં ગટરમાં જવું પડે છે.

અંતમાં સિરાત કહે છે “પીએમ મોદીજી, તમે આખા દેશની વાત સાંભળો છો, તો મારી પણ વાત સાંભળો, અમારી શાળાનું નિર્માણ કરાવો. એકદમ સુંદર જ્યાં આઅમને બેસી રહેવાનું મન થાય અને અમારી મમ્મી અમને મારે પણ નહિ. ત્યારે હવે આ ક્યૂટ બાળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ  વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel