‘તારક મહેતા’માં દયાભાભીની રાહ જોનારાઓ માટે આવી ગઈ મોટી ખુશખબરી, જાણીને ઝૂમી ઉઠશો

ટીવીનો પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા સમયથી અલગ અલગ કારણોને લઇને ચર્ચામાં બનેલો છે. એક તરફ જ્યાં કોઇ-કોઇ કલાકાર આ શોને છોડી ચૂક્યા છે અને ઘણા લોકોએ તે પાત્રોને રિપ્લેસ કર્યા છે, ત્યાં બીજી તરફ દર્શકો હજી પણ દયાબેન એટલે કે દિશા વાકાણીની વાપસીની રાહ જોઇ રહ્યા છે. કેટલાક મહિના પહેલા મેકર્સે એક પ્રોમોમાં દયાબેનની ઝલક પણ બતાવી હતી, જેને જોઇ લોકો એક્સાઇટેડ થઇ ગયા હતા. પણ અત્યાર સુધી ના તો દયાબેનની વાપસી થઇ છે અને ના તો આ પાત્ર અને દિશા વાકાણીની વાપસીને લઇને કોઇ સારી ખબર આવી છે.

પણ આખરે હવે અસિત મોદીએ દિશા વાકાણી અને દયાબેન પર ચુપ્પી તોડી છે. હાલમાં જ તારક મહેતામાં નવા ટપ્પુની એન્ટ્રી થઇ. પહેલા આ પાત્રને રાજ અનડકટ નિભાવી રહ્યો છે અને હવે તેને નિતીશ ભુલાનીએ રિપ્લેસ કર્યો છે. અસિત મોદીએ આ શોની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ના માત્ર ટપ્પુને બધા સાથે મળાવ્યો પણ દયાબેન વિશે પણ વાત કરી. તારક મહેતામાં ઘણા બધા પાત્રો રિપ્લેસ થઇ ચૂક્યા છે. પણ દયાબેનનું પાત્ર હજી જ્યાં હતુ ત્યાંનું ત્યાં જ છે.

અસિત મોદીને જ્યારે પૂછવામાં આવ્યુ કે શોમાં દયાબેનનું પાત્ર નિભાવનારી દિશા વાકાણીના વાપસી થશે કે પછી તેમને પણ રિપ્લેસ કરવામાં આવશે.તો અસિત મોદીએ કહ્યુ કે, આનો જવાબ આપવો થોડો કઠિન છે. પહેલા જ અમે બધાએ મનાવી લીધી છે જો જૂની દયાભાભી એટલે કે દિશા વાકાણી આવે તો સારુ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે આ શોનું પાત્ર નિભાવવા પરત આવે. હવે તેમનું પણ પારિવારિક જીવન છે અને તે હવે પારિવારિક જીવનને પ્રાથમિકતા આપી રહી છે તો તેમનું આવવું થોડુ મુશ્કેલ લાગી રહ્યુ છે.

પણ હવે ટપ્પુ આવી ગયો છે તો નવી દયાભાભી પણ જલ્દી આવી જશે. દયાભાભીના એ ગરબા, ડાંડિયા બધી ગોકુલધામ સોસાયટીમાં શરૂ થઇ જશે. થોડો સમય રાહ જુઓ. અસિત મોદીએ કહ્યુ કે, દયાભાભીના પાત્ર માટે આર્ટિસ્ટને શોધવી પણ એક કઠિન કામ છે અને અમારે રોજના એપિસોડ પણ બનાવવાના છે, તો થોડું મુશ્કેલ થઇ જાય છે. ત્યારે જ અમારુ થોડુ ડિલે ચાલી રહ્યુ છે. પણ હું દર્શકોની માગને સમજી શકુ છુ કે તે દયાભાભીને મિસ કરી રહ્યા છે.

હું અને મારો પરિવાર પણ મિસ કરીએ છીએ, હજી પણ વધારે મોડુ નથી થયુ. દયાભાભી જલ્દી આવશે. જણાવી દઇએ કે, વર્ષ 2008માં જ્યારે આ શો ચાલુ થયો ત્યારથી દિશા વાકાણી શો સાથે જોડાયેલી હતી અને તેની અને જેઠાલાલની કેમેસટ્રી પણ બધાને ખૂબ પસંદ આવી. જો કે, દિશા વાકાણી વર્ષ 2017માં મેટરનીટી લિવ પર ગઇ હતી અને ત્યારથી તે શોમાં ફરી પરત આવી નથી.

Shah Jina