બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત બોલિવુડની આ દિગ્ગજ એક્ટ્રેસ

60થી70ના દાયકાની ખૂબસુરત એક્ટ્રેસ રહેલી બોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ આશા પારેખને લઇને એક સમાચાર સામે આવ્યા છે, વેતરન એક્ટ્રેસને રવિવારના રોજ સવારે 8 વાગ્યે મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ત્યાં તેમણે તેમની બ્રેસ્ટ કેંસર ટ્રીટમેન્ટ કરાવી. 81 વર્ષિય એક્ટ્રેસની ઓપરેશન થિયેટરમાં લગભગ બે કલાક સુધી સર્જરી ચાલી.

આશા પારેખના જીવનની વાત કરીએ તો તેમને વર્ષ 2022માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જણાવી દઇએ કે, આ એવોર્ડ ભારતીય ફિલ્મ ઉદ્યોગનો સર્વોચ્ચ એવોર્ડ છે અને આ એવોર્ડ ફિલ્મ ઉદ્યોગમાં આશા પારેખને તેમના યોગદાન માટે આપવામાં આવ્યો હતો. આશા પારેખને 68માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં આ સન્માન આપવામાં આવ્યું હતું.

2 ઓક્ટોબર 1942ના રોજ મુંબઈમાં આશા પારેખનો જન્મ ગુજરાતી પરિવારમાં થયો હતો અને તેઓ હાલમાં ડાન્સ એકેડમી ‘કારા ભવન’ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત તેની હોસ્પિટલ ‘BCJ હોસ્પિટલ એન્ડ આશા પારેખ રિસર્ચ સેન્ટર’ પણ મુંબઈના સાંતાક્રુઝમાં ચાલી રહી છે. આશા પારેખે તેમના સમયમાં ફિલ્મી પડદા પર રાજ કર્યું હતું.

તેમની બબલી સ્ટાઇલ અને ગ્લેમરસ અવતારના દર્શકો દીવાના હતા. ગુજરાતી પરિવાર સાથે જોડાયેલા આશાની માતા મુસ્લિમ અને પિતા ગુજરાતી હતા. 60-70ના દાયકામાં દર્શકો તેમની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા. તે સમયે આશા પારેખ તેની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેમની ફી માટે પણ જાણીતા હતા, તે દાયકામાં તે સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક હતી. જો કે, આશા પારેખ રિયલ લાઈફમાં એકલા છે, તેમણે લગ્ન નથી કર્યા.

વર્ષ 1959માં આશા પારેખે ફિલ્મ ‘દિલ દે કે દેખો’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેમણે ઘણી ફિલ્મો આપી અને કેટલીક તો સુપરહિટ પણ રહી. આશા પારેખે તેમની કારકિર્દીમાં 95 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ છેલ્લે 1999માં આવેલી ફિલ્મ ‘સર આંખો પર’માં જોવા મળ્યા હતા. તેમને 11 વખત લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે અને 1992માં ભારત સરકાર દ્વારા દેશના પ્રતિષ્ઠિત સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

Shah Jina