BREAKING મોટો ધડાકો: જેલમાંથી છૂટી ગયો આર્યન ખાન…હવે ‘મન્નત’માં જઈને પાર્ટી કરી શકશે પણ….

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન જેલ અને જામીન વચ્ચે અટવાઈ ગયો હતો. આર્યનની જામીન અરજી પર હાઈકોર્ટમાં બે દિવસથી સુનાવણી ચાલી રહી છે. હવે આજે ફરી એકવાર આર્યનના જામીન પર સુનાવણી શરૂ થઈ હતી, છેલ્લા બે દિવસથી તેની સુનાવણી ચાલી રહી હતી અને આજે ત્રીજો દિવસ હતો. આવી સ્થિતિમાં, ઘણા દિવસોથી લોકોના મનમાં એક મોટો પ્રશ્ન એ છે કે શું આજે આર્યન ખાનને હાઇકોર્ટ જામીન આપશે ?

હવે આ કેસમાં મહત્વની અપડેટ સામે આવી છે. આર્યન ખાનને ડગ કેસમાં જામીન મળી ગયા છે. આર્યન ખાનની એનસીબીએ ડગના કેસમાં ધરપકડ કરી છે. આર્યન ખાન, મુનમુન ધામેચા, અરબાઝ મર્ચન્ટને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આર્યન ખાન આજે નહીં પરંતુ કાલે જેલમાંથી બહાર આવશે.

એએસજી અનિલ સિંહની દલીલોના જવાબમાં આર્યન ખાનના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં કહ્યું- આર્યન-અરબાઝ સાથે હતા પરંતુ ખબર નહોતી કે અરબાઝ ખાન પાસે ડગ છે. આર્યન ખાને કોઈ કાવતરું કર્યું નથી. ષડયંત્ર સાબિત કરવા માટે પુરાવા હોવા જોઈએ. ષડયંત્ર સાબિત કરવું મુશ્કેલ પણ પુરાવાનું શું? માનવ અને ગાબા આર્યન ખાનને ઓળખતા હતા પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી ન હતી. આ કેસમાં બે લોકોને પહેલા જ જામીન મળી ચૂક્યા છે.

NCBના વકીલ ASG અનિલ સિંહે હાઇકોર્ટમાં ચર્ચા દરમિયાન કહ્યુ હતુ કે, આર્યન ખાન ઘણા વર્ષોથી ડગ લે છે અને પેડલર સાથે તેનું કનેક્શન પણ છે. અનિલ સિંહનું કહેવું છે કે આર્યનની ચેટ પરથી ખબર પડી છે કે તે ડગનો બિઝનેસ કરતો હતો. અનિલ એ પણ કહે છે કે આર્યન ખાન ક્રૂઝ પર ડગ પાર્ટી વિશે પહેલાથી જ જાણતો હતો.

અનિલ સિંહે કહ્યું કે ક્રુઝ પર ખૂબ જ રંગીન પાર્ટી થવાની હતી. તેમણે ઓછામાં ઓછું ગાંધી જયંતિના દિવસે આવું ન કરવું જોઈતું હતું. તેના પર જજ સાંબ્રેએ કહ્યું કે આર્યનના વકીલોનું કહેવું છે કે આર્યને પાર્ટી કરી જ નથી. ASG અનિલ સિંહે NCBનો પક્ષ રાખતા કહ્યુ કે, આર્યન ખાન પહેલીવાર ડગ નથી લઇ રહ્યો. તે અને તેનો મિત્ર અરબાઝ મર્ચેંટ વર્ષોથી ડગનું સેવન કરી રહ્યા છે.

27 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની જમાનત પર વકીલ અમિત દેસાઇ અને મુકુલ રોહતગીએ કોર્ટમાં જજ સાંબ્રે સામે પોતાની પ્રોસિડિંગ્સ પેશ કરી હતી. કોર્ટમાં અરબાઝ મર્ચેંટનો કેસ લડી રહેલ વકીલ અમિત દેસાઇએ પોતાની દલીલોની શરૂઆત આર્યન ખાનની જમાનતના પક્ષને ધ્યાને રાખતા કરી હતી. તેની સાથે આર્યનના વકીલ મુકુલ રોહતગીએ પણ NCB દ્વારા આર્યનની ધરપકડને ખોટી જણાવતા પોતાની વાત રાખી હતી.

આર્યન ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 2 ઓક્ટોબરે મુંબઈના ઈન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ પરથી ધરપકડ કરી હતી. આર્યન ખાન મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ શિપમાં ડગ પાર્ટીમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. NCB દ્વારા ક્રુઝ શિપ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાન પાસેથી કોઈ ડગ મળી આવ્યું ન હતુ. પરંતુ એનસીબી દ્વારા આર્યન પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

Shah Jina