ગઈકાલે બોલીવુડમાં એક મોટો ધડાકો થયો, જેમાં એક રેવ પાર્ટીમાંથી બોલીવુડના ખ્યાતનામ અભિનેતા શાહરુખ ખાનના લાડલા દીકરા આર્યન ખાનની એક રેવ પાર્ટીમાંથી ડગ લેવાના આરોપ સર ધરપકડ કરવામાં આવી. એનસીબીએ રવિવારના રોજ આર્યન ખાનની પુછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. આર્યનને બાદમાં મેડિકલ ટેસ્ટ માટે જેજે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.
આ દરમિયાન આર્યનની આંખોમાં આંસુઓ સ્પષ્ટ નજર આવી રહ્યા હતા. આયર્નને જયારે પોલીસ ધરપકડ કરી અને લઇ જઈ રહી હતી એ દરમિયાન તેનું ગળું પણ ઝુકેલું હતી અને ચહેરા ઉપર પણ માયૂસી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તમને જણાવી દઈએ કે આજે આર્યન ખાનનો વકીલ સતીશ મણશિંદે મુંબઈ સેશન્સ કોર્ટમાં તેની જામીન યાચિકા પણ દાખલ કરશે.
આ પહેલા રવિવારની રાત આર્યનને એનસીબીની ઓફિસમાં પસાર કરવી પડી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર મોડી રાત્રે આર્યન અને અરબાઝને સામે સામે બેસાડીને એનસીબીના અધિકરીઓએ પુછપરછ કરી હતી.
શાહરુખના દીકરા આર્યનને જામીન મળવાની ખુબ જ ઓછી આશા લાગી રહી છે. આર્યન વિરુદ્ધ એનસીબીને બીજી પણ કેટલીક સાબિતીઓ મળી છે. જેના આધાર ઉપર આર્યનની કસ્ટડી વધારી શકાય છે. આ સાથે જ એનસીબી અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમિચાની પણ કસ્ટડી વધારવાની અપીલ કરશે.