બોલીવુડના દિગ્ગજ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ડગ કેસની અંદર ધરપકડ કરવામાં આવી છે. તે હાલ 7 ઓક્ટોબર સુધી એનસીબી કસ્ટડીમાં રહેવાનો છે. ત્યારે આ મામલામાં હવે તપાસ વધુ સુધી ફેલાઈ ગઈ છે. આ મામલામાં હજુ વધુ એક ધરપકડ પણ કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે ખબર મળી રહી છે કે લકઝરી ક્રુઝથી જોડાયેલા ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની “‘Namascray”ના કો ફાઉન્ડરની પણ ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર કો-ફાઉન્ડરની ધરપકડ અને મિત્ર અરબાઝ મર્ચેન્ટ જેનું કથિત રીતે પેડલર્સ સાથે સંપર્ક હતો તેની સાથે થયેલી પુછપરછ ઉપરાંત એનસીબીનો દાવો છે કે તેમની ધરપકડ થેયલા ડગ પેડલર શ્રેયસ નાયર સાથે પણ લિંક છે.
કહેવામાં આવી રહ્યું છે કે શ્રેયસ નાયરે કથિત રીતે 25 પેસેન્જરને ડગ સપ્લાય કર્યું હતું. સંભાવના છે કે ડગ ક્રિપ્ટો કરન્સી દ્વારા લાવવામાં આવ્યું હતું. આ બધા વચ્ચે જે એનસીબીએ ક્રુઝના સીઈઓને પણ બીજીવાર સમન મોકલ્યું છે અને હવે તેમની પાસે સીસીટીવીની માહિતી અને પેસેન્જરના લિસ્ટ ઉપરાંત પણ સવાલ કરવામાં આવશે.
મુંબઈ પોલીસ દ્વારા રેવ પાર્ટી માટે ફોર્મલ પરમિશન ના લેવા માટે શિપ ઓફિશલ્સના વિરુદ્ધ પણ તપાસ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો ઓર્ગેનાઈઝર ઉપર કોવિડ નિયમોનું પાલન ના કરવા, એન્ટરટેટમેન્ટ ટેક્સ ના ચૂકવવા અને અરબ સાગરમાં સાઈક્લોન વોર્નિંગને ઇગ્નોર કરવાનો આરોપ છે.