આખરે પૂરો થયો આર્યન ખાનનો જેલવાસ, ઢોલ-નગારા વગાડીને ચાહકોએ કર્યું તેનું સ્વાગત, જુઓ વીડિયો

મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રુઝની અંદર ચાલી રહેલી રેવ પાર્ટી દરમિયાન એનસીબીએ રેડ પાડી અને શાહરુખ ખાનના લાડલા દીકરા આર્યન ખાનની 2જી ઓક્ટોબરના અટકાયત અને 3 જી ઑક્ટોએબરના રોજ ધરપકડ કરી હતી, જેના બાદ બે દિવસ પહેલા જ આર્યન ખાનની જામીન અરજી મંજુર થઇ હતી અને આજે તે તેના ઘર “મન્નત”માં પાછો આવી ગયો.

શાહરુખ ખાનના ચાહકો આર્યનના છૂટવાની છેલ્લા કેટલાય દિવસથી રાહ જોઈ રહ્યા હતા, જેના બાદ આજે તે આર્થર રોડ જેલમાંથી છૂટી અને પોતાનજ ઘરે પરત ફર્યો ત્યારે શાહરુખ ખાનનો બોડીગાર્ડ રવિ તેને લઈને ઘરે પહોંચ્યો હતો. શાહરુખના ઘર “મન્નત”ની બહાર તેના ચાહકો આર્યનના ઘરે આવવાની રાહ જોઈ રહ્યા હતા, આર્યનના ઘરે પહોંચવાની સાથે જ ચાહકોએ ઢોલ વગાડીને આર્યનનું સ્વાગત કર્યું. આર્યનનો પરિવાર પણ તેના ઘરે આવવાના કારણે ખુબ જ ખુશ છે.

આર્યન જેલમાંથી નીકળીને તરત જ ત્યાં તેના માટે રાહ જોઈને ઉભી રહેલી ગાડીમાં બેસી ગયો અને 12કિલોમીટર દૂર આવેલા બાંદ્રા સ્થિત પોતાના બંગલા “મન્નત” તરફ રવાના થયો હતો. તેના જેલમાંથી બહાર નીકળવાની સાથે જ ચાહકોમાં ખુશી જોવા મળી હતી અને મન્નતની બહાર પણ મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઇ હતી.

આ દરમિયાન મન્નતની બહાર ચાહકોએ ઢોલ નગારા પણ વગાડ્યા અને ચાહકોના હાથમાં સ્વાગતના પોસ્ટર પણ જોવા મળ્યા હતા. માત્ર શાહરૂખના ચાહકો જ નહિ બોલીવુડના ઘણા બધા સેલેબ્સ પણ આર્યન ખાનના ઘરે આવવાના કારણે ખુશ જોવા મળી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં પણ તે પોસ્ટ કરી અને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

આર્યનના આર્થર રોડ જેલમાંથી બહાર નીકળતા પહેલા જેલની બહાર અને મન્નતની બહાર ભેગા થયેલા ચાહકોની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં ચાહકોનો ઉસ્તાહ પણ જોઈ શકાય છે. સામે આવેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે આર્યનને લઈને મન્નત પહોંચેલી ગાડીની આસપાસ લોકોની ભારે ભીડ જમા થઇ ગઈ છે. પોલીસ અને સિક્યુરિટી ગાર્ડ આ ભીડને હટાવવામાં લાગી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel