ખબર

દિલ્લી CM અરવિંદ કેજરીવાલનો કોરોનાનો રિપોર્ટ આવ્યો- જાણો ફટાફટ

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનો આજે સવારે કોવિડ19 નો ટેસ્ટ થયો હતો કારણકે અરવિંદ કેજરીવાલને ગળામાં ખારાશ અને તાવની ફરિયાદ હતી. તેમણે રવિવાર બપોરથી પોતાની જાતને આઈસોલેટ કર્યા હતા. લોકો કેજરીવાલના રિપોર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા છે. 51 વર્ષના કેજરીવાલની રવિવારે બપોરની દિલ્હી કેબિનેટની બેઠક બાદ તબીયત ખરાબ થઈ હતી. ત્યારબાદ તેમણે તમામ ઇવેન્ટ રદ કર્યા હતાં.

Image source

ગઈ કાલે દિલ્હી BJP ના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કોલ કરીને કેજરીવાલના હાલચાલ જાણ્યા હતાં. તો બંગાળના CM મમતા બેનરજી અને કુમાર વિશ્વાસે પણ કેજરીવાલના જલદી સાજા થવાની કામના કરી.

હમણાં જ અરવિંદ કેજરીવાલનો રિપોર્ટ આવ્યો જે નેગેટિવે થતા લોકોને હાશકારો થયો.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.