મોજ મસ્તી કરવા વિદેશ ગઇ હતી અરુણા ઇરાની, રસ્તા પર ચાલતી વખતે થયો અકસ્માત, અભિનેત્રીની થઇ આવી હાલત
દિગ્ગજ એક્ટ્રેસ અરુણા ઈરાનીનો તાજેતરમાં બેંગકોકમાં અકસ્માત થયો હતો. અભિનેત્રી હવે મુંબઈ પાછી ફરી છે અને સારવાર લઈ રહી છે. 80 વર્ષીય અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તે બેંગકોકમાં શોપિંગ ટ્રીપ પર ગઈ હતી અને ટ્રીપના બે દિવસ પછી જ અકસ્માતનો ભોગ બની.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અરુણા ઈરાનીએ ખુલાસો કર્યો કે રસ્તા પર ચાલતી વખતે તેનો પગ સ્લિપ થઇ ગયો હતો પરંતુ સદનસીબે તેને તાત્કાલિક તબીબી સહાય મળી. ઇટાઇમ્સ સાથે વાત કરતા તેણે કહ્યું કે જ્યારે અકસ્માત થયો ત્યારે તે મોજ-મસ્તી કરી રહી હતી. પડ્યા પછી તેને તબીબી સહાય મળી અને બે અઠવાડિયા પછી મુંબઈ પાછી આવી.
પરંતુ પાછા ફરતા જ તેને વાયરલ ચેપ લાગ્યો. હવે તે આમાંથી સ્વસ્થ થઈ રહી છે. અરુણાએ કહ્યું કે આ કોઈ કામ સંબંધિત સફર નહોતી, તે ત્યાં ફક્ત ખરીદી માટે ગઈ હતી. તેણે મજાકમાં કહ્યું કે તે તેના માટે મોંઘી સફર સાબિત થઈ. તેણે કહ્યું, “જો આટલી મસ્તી કરીશ તો, યહ તો હોના હી થા.”
અરુણાએ 1960ના દાયકામાં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને 1990ના દાયકા સુધી સહાયક ભૂમિકાઓમાં કામ કર્યુ, તેમની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોમાં બોબી, બોમ્બે ટુ ગોવા, કારવાં, રાજા બાબુ, બેટાનો સમાવેશ થાય છે. તે છેલ્લે 2024માં આવેલી ફિલ્મ ઘુડચઢીમાં જોવા મળ્યા હતા, જેમાં રવિના ટંડન અને સંજય દત્ત પણ હતા.
View this post on Instagram