‘નંબર બ્લોક કેમ કર્યો?’ : અમદાવાદમાં 13 વર્ષ પહેલા સાટામાં તૂટેલી સગાઇનો યુવતિએ લીધો બદલો, પહેલા કારથી અડફેટે લીધો ને પછી તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો

‘તું મારી સાથે વાત કેમ નથી કરતો, મારો નંબર કેમ બ્લોક કર્યો’, યુવતીએ કારથી યુવકને મારી ટક્કર
યુવતીએ સગાઈ તૂટ્યાના 13 વર્ષ પછી મોટું પ્લાનિંગ કર્યું, પહેલા યુવકને કારની અડફેટે લીધો, બાદમાં છરીના ઘા માર્યા

અમદાવાદમાં એક વિચિત્ર બનાવ બન્યો. શેલામાં બાઈક પર જતા એક યુવક પર તેની જ પૂર્વ મંગેતરે હુમલો કર્યો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ટુ-વ્હીલર પર સવાર યુવકને કારમાં સવાર યુવતીએ અડફેટે લીધો અને એટલું જ નહિ, યુવતીએ યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો પણ કર્યો. જણાવી દઇએ કે, યુવકે સગાઈ તોડી નાખવાને કારણે યુવતીએ યુવક પર કાર ચડાવી દીધી હતી.

યુવતી યુવકને ફોન કરી વારંવાર હેરાન કરી રહી હતી, જેને કારણે યુવકે નંબર બ્લોક કર્યા હતા. ત્યારે યુવકે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, શેલામાં રહેતો જય પટેલ ઓટોમેશનનો વ્યવસાય કરે છે. 13 વર્ષ પહેલા જયની સગાઈ મહેસાણાની રિન્કુ ઉર્ફે રિન્કી સાથે થઈ હતી. સાટામાં સામ-સામે દીકરીના વહેવાર કરાયા હતા. જયની મોટી બહેન રોશનીની સગાઈ રિન્કુના ભાઇ ભાવેશ સાથે થઈ હતી.

જો કે જયને રિન્કુ અને રોશનીને ભાવેશ સાથે મેળ ન આવવાને કારણે સગાઈ તોડી નાંખી હતી. આ પછી જય પટેલના લગ્ન વર્ષ 2016માં પાટણની યુવતી સાથે થયા. જય અને રિન્કુના અલગ અલગ જગ્યાએ લગ્ન થયા બાદ પણ રિન્કુ તેને સતત હેરાન કરતી હતી. રિન્કુના લગ્ન મહેસાણાના યુવક સાથે થયા હતા. રિન્કુ જયને ફોન કરીને કહેતી કે મારા લગ્ન તારી સાથે થયા હોત તો સારૂ હોત. રિન્કુના હેરાન કરવાને કારણે જય એ નંબર બ્લેકલિસ્ટમાં મૂક્યા હતા.

આ બાબતની અદાવત રાખી તેણે જય જ્યારે શૈલા પાસે બાઈક લઇને જતો હતો, ત્યારે પૂરઝડપે કાર ચલાવી જયને ટક્કર મારી અને એટલું જ નહિ, ‘તું કેમ વાત કરતો નથી…’ ‘મારો નંબર કેમ બ્લોક કર્યો…’ તેવું કહીને ચપ્પુના ઘા પણ માર્યા. ત્યારે આ ઘટના બાદ જય પટેલે પૂર્વ ફિયાન્સી સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો કે યુવકની પત્નીએ આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમને યોગ્ય મદદ કરી નથી. આરોપીઓ વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય તે પ્રમાણે ફરિયાદ પણ નોંધવામાં આવી નથી.

Previous Article

21 રૂપિયા પર આવી ગયા આ 350 રૂપિયા વાળા આ શેર, છ મહિનામાં 45% અને 2025માં 65% થયો ઘટાડો

Next Article

આ બે હસીનાઓની બોલ્ડ તસવીરોએ વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન, હોટ અવતાર જોઇ ચાહકોનો છુટી ગયો પરસેવો

error: Protected Content!